નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ થયું છે. પોતાના સંબોધનની શરુઆતમાં તેમણે જણાવ્યું હતું કે અમૃતકાળમાં યોજાઈ રહેલું પહેલું બજેટ છે. સમૃદ્ધ અને સમાવેશી ભારતની કલ્પના કરીએ છીએ. ખાસ કરીને યુવાનો તથા તમામ દેશવાસી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. સચોટ નીતિ પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જેના કારણે જરૂરિયાત ધરાવતા લોકોને મદદ મળી છે.
મહિલા સન્માન બચતપત્ર બજેટમાં મહિલાઓને લગતી મોટી જાહેરાતો જોવા મળી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને મહિલા સન્માન બચતપત્રના ઉલ્લેખ સાથે આ વિશે જણાવ્યું હતું. મહિલા સન્માન બચતપત્ર બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. માર્ચ 2025 સુધી મળનાર મહિલા સન્માન બચતપત્રમાં મહિલાઓ બે વર્ષ માટે બે લાખ જમા કરાવી શકશે. માર્ચ 2025 સુધીના આ લઘુબચત યોજનામાં મહિલાઓ અને બાળકીઓના નામ પર બે વર્ષ માટે સાડા સાત ટકાના વ્યાજે 2 લાખની રકમ ડીપોઝિટ થઇ શકશે.
81 લાખ મહિલાઓને લાભ : તેમણે કહ્યું કે આર્થિક વિકાસ કરવા માટે લોકકેન્દ્રીય યોજના પર ચાલી રહ્યા છે. વર્ષ 2014થી દેશવાસી શાંતિથી જીવન જીવી શકે એ માટે કામ કર્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર આ નવ વર્ષમાં બદલ્યો છે. કારોબાર માટે અનુકુળ વાતાવરણ બદલાવ્યુ છે. જેવી રીતે વૈશ્વિક ધોરણે પરિવર્તન થાય છે. રાષ્ટ્રીય આજીવિકા મિશને અસાધારણ સફળતા મેળવી છે. 81 લાખ મહિલાઓને એક સમૂહ સાથે જોડી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં હજું મહિલાઓને આ યોજનામાં જોડી દેવામાં આવશે. મહિલાઓને સક્ષમ બનાવવા આવશે જેથી તેમના ગૃહઉત્પાદન વૈશ્વિક સ્તરે પ્રાપ્ય બની રહે.
આ પણ વાંચો Budget 2023 Live Updates: ભારતનું અર્થતંત્ર દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું
નબળા લોકોને આવરી લઈને વિકાસ સૌનો સાથ સૌના વિકાસે ખેડત, યુવા, મહિલા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા લોકોને આવરી લઈને વિકાસ કર્યો છે. તમામને એક સ્તર આપવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વોત્તર અને કાશ્મીર જેવા રાજ્યમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રા. તૈયાર કરાશે. જેમાં પાક અને આરોગ્ય માટે, ફાર્મ, વીમા, પાક મુલ્યાંક, માર્કેટ ઈન્ટેલિજન્સ, ખેડૂત સમાધાન જેવી સુવિધાઓ મળી રહેશે. કૃષિ સ્ટોર્ટ ખોલવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ વર્ધક પોલીસી સ્થાપિત કરાશે. જેનો હેતું ખેડૂતોની સમસ્યાઓનો નીવેડો લાવવાનું રહેશે. આ માટે ઉત્પાદક પર પૂરતું પણ ધ્યાન આપવામાં આવશે. પીપીપીના ધોરણે પણ વેલ્યુ ચેઈન દ્રષ્ટિકોણ અપનાવવામાં આવશે. માર્કેટ લિંકની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો BUDGET 2023: સામાન્ય માણસને આવકવેરા મુક્તિ સહિત બજેટમાંથી અપેક્ષાઓ
આરોગ્યક્ષેત્રની સેવાઓના વિસ્તારમાં મહિલાઓને લાભ આરોગ્યક્ષેત્રમાં મહત્ત્વની જાહેરાત છે કે દેશમાં મેડિકલ કૉલેજ તથા 157 નવી નર્સિગ કોલેજ શરૂ કરવામાં આવશે. નર્સિંગમાં મોટાપાયે યુવતીઓ પ્રવેશ મેળવતી હોય છે ત્યારે રોજગારને લઇને આ બાબતનો લાભ મહિલાઓને મળસે. સરકાર દ્વારા સ્કિલ સ્કેલ એલિમિયા માટે એક મિશન શરૂ કરવામાં આવશે. જેમાં 0-40 વર્ષના દરેક લોકો માટે એક કાઉન્સિલનું કામ કરવામાં આવશે.