નવી દિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ 2023 રજૂ કરશે. વર્ષ 2024માં ચૂંટણી થવાની છે. લોકસભાની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું બજેટ માનવામાં આવે છે. નિર્મલા સીતારામણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી દીધું છે. દેશવાસીઓ સૌથી વધારે ઈન્કમ ટેક્સમાં લાભ મળે એવી માંગ કરી રહ્યા છે તે ખરી ઊતરી છે. જ્યારે બીજી તરફ કોર્પોરેટર ટેક્સમાં થોડી રાહત આપવામાં આવે તો દેશના ખાનગી સેક્ટરમાં સૌથી મોટો ફેર પડે એમ એવી અપેક્ષા છે. તો ગુજરાત માટે મહત્ત્વના ટેક્સટાઇલ ઉદ્યોગની આશાઅપેક્ષાઓ વિશે નાણાંપ્રધાને બજેટ સંભાષણમાં કોઇ મોટી જાહેરાતનો ઉલ્લેખ કર્યો નથી. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં નિરાશા વ્યાપી છે.
વધુ સબસિડી : આ વર્ષે બજેટમાં એક્સપર્ટમાં સબસીડી વધારે આપવામાં આવે તો આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ મળી શકે છે. આ બજેટમાં દરેક સેક્ટરના લોકો મીટ માંડીને બેઠા હોય છે તેમ કાપડ ઉદ્યોગ પણ નજર રાખી હતી કે આ વખતે બજેટમાં તેમના સેક્ટર માટે કેટલું ફાળવવામાં આવ્યું. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેર એ ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતી રહ્યું છે. ત્યારે આ વખતે આ ટેક્સટાઇલ સીટીના ઉદ્યોગપતિઓ આ બજેટને લઇ મોટી જાહેરાતોની અપેક્ષા રાખી હતી તેમાં નિરાશા સાંપડી છે.
આ પણ વાંચો Budget 2023 Live Updates: દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે
સુરતના કાપડ ઉદ્યોગ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે : કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો હતો ત્યારે સૌથી વધુ વિરોધ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળ્યો હતો. પરંતુ જેમ જેમ જીએસટી વિશે સરકાર અને ટેક્સટાઇલના લોકોની સમસ્યા દૂર થતી ગઈ તેમ તેમ હવે ટેક્સટાઇલ માર્કેટમાં પણ જીએસટીને આવકાર્યો પણ છે. સરકાર દ્વારા લગાવવામાં આવતા ઇન્કમટેક્સથી પણ હવે ટેક્સટાઇલના લોકોને કોઈ ફરિયાદ નથી તેમ કાપડ ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું.સુરતના કાપડ ઉદ્યોગકારોને નવી ઉમ્મીદ જાગી હતી. જોકે વેપારીઓનું કહેવું છે કે કોઈ પણ બજેટમાં સુરતના કાપડ ઉદ્યોગ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો Budget 2023: બજેટ પહેલા શેરબજારમાં તેજી, તમામની નજર નાણાપ્રધાનના ભાષણ પર
ટેક્સમાં રાહત : જોકે ઉદ્યોગની સમસ્યાઓ અને વિકાસ માટે સુરતના કાપડ વેપારીઓને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને બાદમાં કોરોનાનો સામનો કર્યો છે. સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એશિયાનું મોટું હબ છે તેવામાં કેટલીક એવી અપેક્ષાઓ પણ વ્યક્ત થઇ છે જ્ ઉદ્યોગને આગળ વધારી શકે છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે. સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ટેક્સમાં રાહત આપવામાં આવે સાથે જીએસટી સ્લેબને લઈ જે નિર્ણય નિરસ્ત કરવામાં આવ્યું છે તેને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવે.આગામી દિવસોમાં સુરત ટેક્સટાઈલ સેક્ટરને નવી ઉંચાઈએ લઈ જવા માટે ગારમેન્ટ સેક્ટરમાં વધારો કરવો જરૂરી છે. આવા સંજોગોમાં મિત્રા પાર્ક યોજના અંતર્ગત માંગણી કરી છે કે આ બજેટમાં સુરતમાં મિત્રા પાર્ક યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતાં પણ તેવી કોઇ જાહેરાત બજેટ 2023માં જોવા મળી નથી.
આ બે મોટી જાહેરાતની અપેક્ષા : ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા 12 ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પણ તે નિરસ્ત કરવામાં આવ્યો નથી. ગુજરાત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા સિંગલ એજન્ડાને લઈને જીએસટી કાઉન્સિલની નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે અત્યાર સુધી આ નિર્ણય નિરસ્ત કરવામાં આવ્યો નથી જેના કારણે અમે માંગણી કરી રહ્યા હતાં સરકાર આ બજેટમાં નિર્ણયને નિરસ્ત કરી અમારી મૂંઝવણ દૂર કરવાની માગણી હતી તે પણ ફળીભૂત થઇ નથી. વૃદ્ધ વેપારીઓ માટે પેન્શન યોજનાની માગણી હતી. તે પણ સંતોષાઇ નથી. કાપડ વેપારીઓનું કહેવું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાપડ વેપારીઓ સરકારમાં દર વર્ષે 80,000 થી 1 લાખ સુધી ટેક્સ પણ ભરે છે. ત્યારે વૃદ્ધ વેપારીઓ માટે સરકારને પેન્શન યોજના શરૂ કરવાની જરૂર છે.