મુંબઈ : 16 નવેમ્બર ગુરુવારના રોજ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી શેરમાર્કેટમાં ખૂબ સારી રિકવરી આવી છે. BSE Sensex 306 પોઈન્ટના ઉછાળા સાથે 65,982 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 90 પોઈન્ટ વધીને 19,765 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, સપ્તાહના અંતે રોકાણકારોને આંશિક રાહત મળી છે.
BSE Sensex : આજે 16 નવેમ્બર ગુરુવારના રોજ BSE Sensex 65,665 પર સપાટ શરુઆત કરી હતી. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 306 પોઈન્ટ ઉછાળા સાથે 65,982 પોઈન્ટ પર બંધ થયો હતો. શરુઆતી કારોબારમાં BSE Sensex 65,507 ડાઉન ગયો હતો. પરંતુ ત્યારબાદ જોરદાર લેવાલીના પગલે 851 પોઈન્ટની રિકવરી સાથે મહત્તમ 66,358 પોઈન્ટની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 65,675 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 90 પોઈન્ટ વધીને 19,765 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,674 પોઈન્ટ પર સપાટ ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 19,875 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 19,627 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 19,675 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટીસીએસ (2.90 %), HCL ટેક (2.81 %), ટેક મહિન્દ્રા (2.77 %), ઇન્ફોસીસ (2.32 %) અને બજાજ ફાયનાન્સ (1.96 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એક્સિસ બેંક (-1.51 %), પાવર ગ્રીડ કોર્પો (-1.45 %), આઇટીસી (-0.78 %), ICICI બેંક (-0.53 %) અને લાર્સન (-0.51 %)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1062 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1045 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ભારતી એરટેલ, રિલાયન્સ, ટાટા મોટર્સ અને બજાજ ફાયનાન્સના સ્ટોક રહ્યા હતા. જ્યારે Nifty BANK 40 પોઈન્ટ ઘટીને 44,161 ના મથાળે બંધ રહ્યો હતો.