કેલિફોર્નિયા: દુનિયાભરમાં એપલ સૌથી પ્રતિષ્ઠિત ટેક કંપનીઓમાંથી એક હોવાની સાથે સૌથી વધુ સ્માર્ટફોન વેચનારી કંપની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપની iPhoneની નવા મોડલ iPhone 15 Pro અને 15 Pro Maxને લૉન્ચ કર્યા છે. એપલે દાવો કર્યો છે કે, તેમાં સૌથી વધુ પ્રીમિયમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
C ટાઈપ ચાર્જિંગમાં ઉપલબ્ધઃ આ વખતે કંપની iPhone 15 સિરીઝની આખી લાઇન-અપમાં USB Type-C ચાર્જિંગ પોર્ટ આપશે. EU ઓર્ડરને કારણે Apple તેની પ્રોડક્ટ્સમાં USB Type-C ચાર્જર લાવી રહ્યું છે. આજે વન્ડરલસ્ટ ઇવેન્ટમાં, કંપની તેના પ્રખ્યાત એરપોડ્સ પ્રોને નવા ચાર્જિંગ પોર્ટ સાથે પણ લોન્ચ કરી શકે છે.
iPhone 15ની ડિસ્પ્લે: iPhone 15 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. જ્યારે iPhone 15માં થોડી નાની 6.1 ઇંચની ડિસ્પ્લે હશે. બંને ફોન સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથે આવશે. તેમાં એલ્યુમિનિયમ કલર ઈન્ફ્યુઝ્ડ ગ્લાસ બેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેવો હશે કેમેરોઃ iPhone 15 Pro લાઇન-અપમાં 48MP પ્રાથમિક કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. આ વખતે કંપની iPhone 15 Pro Maxમાં 6x ઓપ્ટિકલ ઝૂમિંગ ક્ષમતા સાથે નવો પેરિસ્કોપ ઝૂમ લેન્સ આપશે.
કિંમત કેટલી રહેશેઃ iPhone 15 Proની શરૂઆતની કિંમત એટલે કે 128 GB સ્ટોરેજની કિંમત 1,34,900 રૂપિયા છે. આ જ iPhone 15 Pro Maxને રૂ. 1,59,900ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. ફોનનું 256 GB સ્ટોરેજ મોડલ આ કિંમતમાં ઉપલબ્ધ થશે. iPhone 15 Proના 256 GB સ્ટોરેજની કિંમત 1,44,900 રૂપિયા છે. જ્યારે 512 GB ની કિંમત 1,64,900 રૂપિયા અને 1 TB ની કિંમત 1,84,900 રૂપિયા છે. iPhone 15 Pro Max ના 512 GB ની કિંમત 1,79,900 રૂપિયા અને 1 TB ની કિંમત 1,99,900 રૂપિયા છે.
આ પણ વાંચોઃ