ETV Bharat / business

India US Trade : અમેરિકા ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું, બીજા સ્થાને ચીન

ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2022-23માં 7.65 ટકા વધીને 128.55 બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે. તે જ સમયે, ભારત-ચીન વેપારમાં ઘટાડો થયો છે.

Etv BharatIndia US Trade
Etv BharatIndia US Trade
author img

By

Published : Apr 17, 2023, 10:09 AM IST

નવી દિલ્હી: છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે 128.55 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ દર્શાવે છે કે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. આ સાથે ભારત અને અમેરિકા આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

યુ.એસ. સાથે 3-વર્ષના વેપારના આંકડા: વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2022-23માં 7.65 ટકા વધીને 128.55 બિલિયન ડોલર થવાની ધારણા છે. અગાઉના નાણાકીય વર્ષ (2021-22)માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 119.5 બિલિયન ડોલર હતો, જ્યારે 2020-21માં તે માત્ર 80.51 બિલિયન ડોલર હતો.

આ પણ વાંચો:7TH PAY COMMISSION : મોંઘવારી ભથ્થું શું છે અને કેવી રીતે શરૂ થાય છે, જાણો

ભારત-ચીન વેપારમાં 1.5 ટકાનો ઘટાડો: ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ભારતથી યુએસમાં નિકાસ 2.81 ટકા વધીને 78.31 અબજ ડોલર થઈ છે. જે 2021-22માં 76.18 બિલિયન ડોલર હતું. આ સમયગાળા દરમિયાન ભારતમાં અમેરિકાથી આયાત 16 ટકા વધીને 50.24 અબજ ડોલર થઈ છે. બીજી તરફ, 2022-23માં ભારત-ચીન વેપાર 1.5 ટકા ઘટીને 113.83 બિલિયન ડોલર થઈ ગયો, જે અગાઉના વર્ષમાં 115.42 બિલિયન ડોલર હતો.

આ પણ વાંચો: Market capitalization: સેન્સેક્સની ટોચની 10માંથી સાત કંપનીઓની માર્કેટ મૂડી વધી, જાણો કોણ છે ટોચ પર

ભારતની વેપાર ખાધ વધ્યો: 2022-23માં ભારતથી ચીનમાં નિકાસ 28 ટકા ઘટીને 15.32 અબજ ડોલર થવાની ધારણા છે, જ્યારે આયાત 4.16 ટકા વધીને 98.51 અબજ ડોલર થવાની ધારણા છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ 2022-23માં વધીને 83.2 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે અગાઉના વર્ષમાં 72.91 બિલિયન ડોલર હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.