નવી દિલ્હીઃ અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે સોમવાર 15મી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં SEBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 2016થી અદાણી ગ્રૂપની તપાસના તમામ દાવા તથ્યવિહીન છે. લિસ્ટેડ અદાણી ગ્રૂપની કોઈ પણ કંપની 2016ની તપાસનો ભાગ નથી, જેમાં 51 કંપનીઓનો સમાવેશ થાય છે.
SEBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું : માર્કેટ રેગ્યુલેટરે વધુમાં જણાવ્યું હતું કે તેની તપાસનું કોઈપણ ખોટું અથવા અકાળે નિષ્કર્ષ ન્યાયના હિતમાં રહેશે નહીં અને તે કાયદાકીય રીતે અસમર્થ હશે. SEBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 11 વિદેશી રેગ્યુલેટરનો સંપર્ક કરવામાં આવ્યો છે. અદાણી જૂથે તેના સાર્વજનિક રૂપે ઉપલબ્ધ શેરના સંદર્ભમાં કોઈ પરિમાણનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે તપાસવા માટે.
SEBIને વધારાનો સમય આપવાનો ઈન્કાર કરી દીધો હતો: તમને જણાવી દઈએ કે, આ પહેલા 12 મેના રોજ અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે SEBIને 6 મહિનાનો વધારાનો સમય આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, તે 6 મહિનાનો સમય આપી શકે નહીં. સેબીએ તેની તપાસ ઝડપી કરવી પડશે. તેઓ ઓગસ્ટના મધ્યમાં આ મામલે ફરી સુનાવણી કરશે. ત્યાં સુધી સેબીએ તપાસ પૂર્ણ કરવી જોઈએ અને તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવો જોઈએ.
6 સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરી હતી: સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ A M સપ્રેની અધ્યક્ષતામાં 6 સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરી હતી. જેણે 8મી મેના રોજ બંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. 12 મેના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેણે હજુ સુધી રિપોર્ટ વાંચ્યો નથી. રિપોર્ટ વાંચ્યા બાદ આ મામલે 15 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: