અમદાવાદઃ અદાણી ગૃપે કરેલી મોટી ડીલથી ભારતીય શેરબજારમાં (Stock Market India) ભૂકંપ આવી ગયો છે. શેરબજારમાં આજે સિમેન્ટ શેર્સમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, અદાણી ગૃપે (Adani Group take over Holcim) હોલ્સિમ ઈન્ડિયાની ભારતીય સિમેન્ટ કંપનીઓ ACC અને અંબુજા સિમેન્ટ્સને 82,000 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદથી જ આજે શેરબજારમાં સિમેન્ટના સ્ટોક્સમાં ભારે (Cement Shares Hike) તેજી જોવા મળી રહી છે. એક, બે નહીં, પરંતુ તમામ સિમેન્ટ કંપનીઓના શેરમાં તેજી છે. અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani tweet on Deal) આ અંગે ટ્વિટર પર માહિતી આપી હતી.
આ પણ વાંચો- અદાણી દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન: અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડમાં થયા કરાર
સિમેન્ટ કંપનીના શેર્સમાં ઉછાળો - અદાણી સિમેન્ટે ACC અને અંબુજા સિમેન્ટમાં હોલસિમનો હિસ્સો (Adani Group take over Holcim) ખરીદવાની જાહેરાત કરતાં જ ACCનો શેર 4.95 ટકા વધીને 2,218 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ અંબુજા સિમેન્ટ 2.20 ટકાના વધારા સાથે 366.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ મોટા એક્વિઝિશન ડીલ બાદ અન્ય સિમેન્ટ કંપનીઓના શેર પણ વધી રહ્યા છે.
આ પણ વાંચો- FMCG કંપનીઓ ફુગાવાના પડકારને પહોંચી વળવા પેકેટના વજનમાં કરી રહ્યું છે ઘટાડો
અદાણી કંપની સૌથી મોટી સિમેન્ટ કંપની બનશે - હોલ્સિમ ઈન્ડિયાની ભારતીય સિમેન્ટ કંપનીઓના કબજા પછી (Adani Group take over Holcim) અદાણી સિમેન્ટ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની (Adani Cement the Largest Company in the Country) જશે. ACC અને અંબૂજા સિમેન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. K.O.ના અધિગ્રહણ બાદ તે દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની જશે. આદિત્ય બિરલા ગૃપની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે, જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 120 મિલિયન ટન છે.
અન્ય સિમેન્ટ કંપનીના શેર્સની કિંમત - તો હાઈડલબર્ગ સિમેન્ટ 3.65 ટકાના વધારા સાથે 191.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. સાથે જ ઈન્ડિયા સિમેન્ટ 6.82 ટકાના વધારા સાથે 180 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. તો મંગલમ્ સિમેન્ટ 2.24 ટકા વધીને 303.95 રૂપિયા, જેકે લક્ષ્મી સિમેન્ટ 1.49 ટકા અને બિરલા કોર્પોરેશનનો શેર 2.78 ટકાના વધારા સાથે 978 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ખરીદીમાં હોલ્સિમની સિમેન્ટની અસ્કયામતો પાછળ રહી જતાં અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 2.15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શ્રી સિમેન્ટ 2.93 ટકાના ઘટાડા સાથે 21,886 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.