નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT) કેન્દ્રીય કર્મચારીઓને લગતા 3 નવા નિયમો લઈને આવ્યા છે. ડીઓપીટી વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, LTC હેઠળ રેલ મુસાફરી દરમિયાન સરકારી ખર્ચ પર ભોજન અને ટિકિટ બુક કરવાના ચાર્જ અંગે નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓ પરના LTC નિયમો સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (આવશ્યક યાત્રા કન્સેશન) 1988 અનુસાર નક્કી કરવામાં આવે છે. આવો જાણીએ આ રિપોર્ટમાં નવા નિયમો વિશે.
ટ્રેનની મુસાફરી દરમિયાન ફૂડ ચાર્જઃ DOPT વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, વિભાગ કેન્દ્રીય કર્મચારીઓની ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભોજનનો ખર્ચ ઉઠાવશે. DOPTએ કહ્યું કે, હવેથી જ્યાં પણ કર્મચારીઓ એલટીસી હેઠળ ટ્રેનની મુસાફરી દરમિયાન રેલ્વેમાંથી ફૂડ મંગાવશે, તેના ચાર્જીસ વિભાગ દ્વારા ભરપાઈ કરવામાં આવશે.
ફ્લાઇટ ટિકિટ બુકિંગ સંબંધિત નવો નિયમઃ હવે સરકારી કર્મચારીઓને એર ટિકિટ બુકિંગમાં પણ લાભ મળશે. જો કોઈ કર્મચારી એલટીસી હેઠળ ફ્લાઇટ ટિકિટ બુક કરે છે અને તેને કોઈપણ કારણોસર રદ કરવી પડે છે, તો એરલાઇન્સ, એજન્ટ અથવા પ્લેટફોર્મ હેઠળ વસૂલવામાં આવતા કેન્સલેશન ચાર્જ પણ ચૂકવવામાં આવશે.
ટ્રાવેલ એજન્ટો દ્વારા એર ટિકિટનું બુકિંગઃ DOPTનો ત્રીજો નવો નિયમ એ છે કે જે સરકારી કર્મચારીઓ હવાઈ મુસાફરી માટે હકદાર નથી તેઓને હવે ફરજિયાતપણે ત્રણ ટ્રાવેલ એજન્સી IRCTC, BLCL અને ATT દ્વારા ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. ટૂંકા રૂટ માટે બસ અથવા ટ્રેનનું ભાડું લાગુ પડશે. અહીં ટિકિટ કેન્સલ કરાવવા પર કેન્સલેશન ચાર્જ કર્મચારીએ પોતે ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ