મુંબઈ : કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE Sensex 199 પોઈન્ટના વધારા સાથે 71,627 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 0.43 ટકાના વધારા સાથે 21,609 પર ખુલ્યો હતો. આજે દિવસ દરમિયાન અદાણી પોર્ટ્સ, NHPC અને Zomato ફોકસમાં રહે તેવી શક્યતા છે.
બુધવારનું બજાર : ચાલુ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસ બુધવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. BSE Sensex 535 પોઈન્ટના ઘટાડા સાથે 71,356 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.69 ટકાના ઘટાડા સાથે 21,517 પર બંધ થયો હતો.
અદાણી ગ્રુપ પર ફોકસ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બુધવારના રોજ અદાણી ગ્રુપના તમામ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બુધવારના રોજ અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 9.4 ટકા વધીને રૂ. 3,199.45 થયો હતો, જે તેની કુલ માર્કેટકેપ રૂ. 3.65 લાખ કરોડ પર પહોંચી ગયો હતો.
વૈશ્વિક બજાર : વર્ષ 2023 સુધી મજબૂત સમાપન બાદ બુધવારના રોજ અમેરિકન સ્ટોક ઇન્ડેક્સ ફરીથી વર્ષના બીજા સત્રને વિસ્તૃત પ્રોફીટ ગેનર ઘટાડા સાથે સમાપ્ત કર્યું હતું. કારણ કે ફેડરલ રિઝર્વની ડિસેમ્બરની મીટિંગની મિનટ શેરબજારના સંકટને ઉકેલવામાં નિષ્ફળ ગઈ હતી. NSE ના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 3 જાન્યુઆરીના રોજ રૂ. 666.34 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 862.98 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.