અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 377.58 પોઈન્ટ (0.73 ટકા)ના ઘટાડા સાથે 52,154.49ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 119.80 પોઈન્ટ (0.77 ટકા) તૂટીને 15,519ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- વૈશ્વિક કંપનીઓ કરશે દાહોદમાં રેલ્વે ગુજરાત લોકો સુવિધામાં મૂડીરોકાણ
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - હીરો મોટોકોર્પ (Hero Motocorp), એસ્ટ્રલ (Astral), સોમ ડિસ્ટિલિરીઝ એન્ડ બ્રેવરીઝ (Som Distilleries and Breweries), ફિલાટેક્સ ઈન્ડિયા (Filatex India), ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ (Greenlam Industries), જનરિક એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન એન્ડ પ્રોજેક્ટ્સ (Generic Engineering Construction and Projects), એસઆઈઈએલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ (SIEL Financial Services).
આ પણ વાંચો- શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 91.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.04 ટકાના સામાન્ય વધારા સાથે 26,255.95ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.55 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 1.85 ટકાના ઘટાડા સાથે 15,438.16ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 1.08 ટકા ગગડીને 21,326.57ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોસ્પીમાં 2.03 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.45 ટકાના ઘટાડા સાથે 3,291.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.