મુંબઈ : ચાલુ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારની ઓલ ટાઈમ હાઈ અને માર્કેટ ક્રેસ રોકાણકારોને જોવા મળ્યું છે. જોકે સપ્તાહના અંતે બજાર રિકવરી સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે 19 જાન્યુઆરી શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે ખુલી રોકાણકારોમાં સારા પ્રોફીટની આશા જગાવી હતી. અંતે BSE Sensex 496 પોઈન્ટના ઉછાળા સાથે 71,683 ના મથાળે બંધ થયો હતો. બીજી તરફ NSE Nifty પણ 160 પોઇન્ટ વધીને 21,622 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ચાલુ અઠવાડિયામાં બંને ઇન્ડેક્સમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. જોકે, સપ્તાહના અંતે રોકાણકારોને આંશિક રાહત મળી છે.
BSE Sensex : આજે BSE Sensex ગતરોજના 71,187 ના બંધ સામે 600 પોઇન્ટ ઉછળીને 71,787 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેજીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 496 પોઈન્ટ ઉછાળા સાથે 71,683 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે 0.70 ટકાનો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 71,542 ડાઉન ગયો અને મહત્તમ 71,895 પોઈન્ટની ઊંચાઈ પર પહોંચ્યો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 160 પોઈન્ટ વધીને 21,622 ના મથાળે બંધ થયો હતો. જે 0.75 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 153 પોઈન્ટ વધીને 21,615 ના મથાળા પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 21,670 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 21,575 સુધી ડાઉન ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 21,462 ના મથાળે બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : BSE Sensex માં આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ભારતી એરટેલ (3.09%), એનટીપીસી (3.07%), ટાટા સ્ટીલ (2.33%), ટેક મહિન્દ્રા (2.27%) અને એમ એન્ડ એમનો (1.98%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક (-3.24%), HDFC બેંક (-1.08%), કોટક મહિન્દ્રા (-0.66%) અને SBI (-0.10%)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1464 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 665 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા અને ટીસીએસના સ્ટોક રહ્યા હતા. જ્યારે Nifty બેંક 45,701ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો.