ETV Bharat / business

શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 182 પોઈન્ટ ઘટાડો

ગુરુવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ આજે શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી જોવા મળી રહી છે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 182.69 પોઈન્ટ (0.38)ના ઘટાડા સાથે 47,897ના સ્તર પર ચાલી રહ્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 68 પોઈન્ટ (0.47 ટકા)ની કમજોરી સાથે 14,375ની આસપાસ જોવા મળી રહ્યો છે.

શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 182 પોઈન્ટ ઘટાડો
શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 182 પોઈન્ટ ઘટાડો
author img

By

Published : Apr 23, 2021, 9:50 AM IST

  • ગુરુવારના ઉછાળા પછી શુક્રવારે શેર બજાર ઠંડુ પડ્યું
  • સેન્સેક્સમાં 182.69 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
  • નિફ્ટી 68 પોઈન્ટના ઘટાડા સાથે 14,375ની આસપાસ

અમદાવાદઃ ગુરુવારે ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર આજે શુક્રવારે ઠંડુ પડી ગયું છે. સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેર બજારની શરૂઆત નબળી થઈ છે. સેન્સેક્સ 182.69 પોઈન્ટ (0.38)ના ઘટાડા સાથે 47,897ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નિફ્ટી 68 પોઈન્ટ (0.47 ટકા)ની કમજોરી સાથે 14,375ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ એપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે

એશિયાઈ બજારમાં મિશ્ર સંકેત છે

કેપિટલ ગન ટેક્સ વધવાની આશંકાથી US માર્કેટ દબાણમાં જોવા મળી રહ્યું છે. ગુરુવારે DOW 300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું હતું. જ્યારે એશિયામાં મિશ્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. તો એશિયાઈ બજારોમાં પણ શુક્રવારે મિશ્ર સંકેત જોવા મળે છે. કોરોનાના કારણે જાપાનમાં ફરી એક વાર ટોક્યો સહિત 3 શહેરોમાં 25 એપ્રિલથી 11 મે સુધી ઈમરજન્સીની આશંકા છે.

આ પણ વાંચોઃ જુલાઇમાં OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ, 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે

સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.45નો ઘટાડો થયો

બીજી તરફ SGX Nifty 55 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.61 ટકાના ઘટાડા સાથે 29,010.81ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.45 ટકાના ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.23 ટકાના ઉછાળા સાથે 17,135.91ના સ્તર પર ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.