- લીમધરા ગામમાં પોલીસની પૂર્વ મંજૂરી લીધા વગર કરાયું લગ્નનું આયોજન
- જાહેરનામાના ભંગ બદલ લગ્ન કરાવનારા બ્રમણ સહિત 8 વ્યક્તિની ધરપકડ.
- સરકારે લગ્ન જેવા શુભ પ્રસંગની પૂર્વ મંજૂરી મેળવીને લગ્ન કરવાનો બનાવ્યો છે નિયમ
- લીમધરા ગામમાં મંજૂરી વગર લગ્ન થતાં પોલીસે કરી કાર્યવાહી
જૂનાગઢ: જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધરા ગામમાં પોલીસની પૂર્વ મંજૂરી લીધા વગર લગ્નનું કરવામાં આવ્યું હતું તેની જાણ જૂનાગઢ પોલીસને થતા પોલીસે લગ્નમંડપમાં જઈને લગ્ન અંગેની કોઈ પૂર્વ મંજૂરી મેળવી છે કે નહીં તે અંગે કન્યાપક્ષ અને વરપક્ષના વાલીઓ પાસેથી પૂરાવાઓ માંગ્યા હતા. જે રજૂ નહી થતાં પોલીસે બંને પક્ષના 8 વ્યક્તિઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસાવદર પોલીસે મંજૂરી વગર થઈ રહેલા લગ્ન પ્રસંગને અટકાવ્યા
પોલીસને મળેલી જાણકારી મુજબ લીમધરા ગામના લગ્ન સ્થળે જઈને કન્યા અને વર પક્ષ પાસે લગ્ન આયોજિત કરવા પૂર્વે પોલીસની પૂર્વ મંજૂરી લીધી છે કે નહીં તે અંગે પૂરાવાઓ માગ્યા હતા પરંતુ બંને પક્ષના લોકો પૂર્વ મંજૂરી ના પૂરાવાઓ પોલીસને આપવામાં નિષ્ફળ રહ્યા હતા જેથી પોલીસે વરરાજા લગ્ન કરાવનાર બ્રાહ્મણ મહારાજ સહિત વર કન્યા પક્ષના મળીને 8 જેટલા વ્યક્તિની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.