દુબઈઃ ઓપેક અને રુસ સહિત તેલ ઉત્પાદક દેશ વચ્ચે કિંમતમાં તેજી લાવવા માટે જુલાઈ સુધીમાં પ્રતિદિન એક કરોડ બેરલનો ઘટાડો કરવા આ વર્ષના અંત સુધીમાં 80 લાખ બેરલનો ઘટાડો કરવા મેક્સિકોના ગતિરોધના કારણે અટક્યો છે. આ યોજના અંતર્ગત મેક્સિકોએ જેટલો ઘટાડો કરવાનો હોય છે એના માટે તે તૈયાર છે.
ઓપેકે શુક્રવારે કહ્યુ હતું કે, મેક્સિકોને છોડીને તમામ તેલ ઉત્પાદક દેશો આ માટે તૈયાર છે.
ઓપેકના મહાસચિવ મોહમ્મદ બારકિંડોએ કહ્યુ હતું કે, 'કોવિડ-19ના કારણે પ્રત્યેક ક્ષેત્ર પ્રભાવિત છે, તે ખુબ ખતરનાક છે. અમે નથી ઈચ્છતા કે તેની ઉદ્યોગ પર દુરગામી અસર પડે'
કોરોના સંકટ અને તેલ ઉત્પાદક દેશો વચ્ચે કિંમતોના યુદ્વના કારણે કિંતમાં ઘટાડો થયો છે. જેના કારણે ગરુવારની મીટિંગમાં ઉત્પાદન ઘટાડવા અંગે સહમતિ સધાઈ તેવી પુરેપુરી શક્યતા છે. જો કે , કુવૈતના તેલ પ્રધાને શુક્રવારે સ્પષ્ટ કર્યુ હતું કે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. હવે આ આખી સમજૂતી મેક્સિકોના વલણ પર આધારિત છે.