- વૈશ્વિક બજારના સારા સંકેતની અસર ભારતીય શેર બજાર પર
- મંગળવારે સેન્સેક્સમાં 267.74 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
- નિફ્ટી 84.30 પોઈન્ટના વધારા સાથે 14,718.50ના સ્તર પર જોવા મળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી મળતા સારા સંકેતની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે, જેના કારણે મંગળવારે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સ 267.74 પોઈન્ટ (0.55 ટકા)ના વધારા સાથે 48,986.26ના સ્તર પર તો નિફ્ટી 84.30 પોઈન્ટ (0.58 ટકા)ના વધારા સાથે 14,718.50ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે
આ શેર પર રહેશે સૌની નજર
મંગળવારનો દિવસ શેર બજારની શરૂઆત માટે પણ મંગળ રહ્યો છે. આજના દિવસે શેર બજારની સારી શરૂઆત થઈ હોવાથી અનેક શેરમાં સારી આવક જોવા મળે તેવી સંભાવના છે. મંગળવારે TATA METALIKS, સિમેન્ટ કંપનીઓ, VEDANTA, JSW ENERGY, RCF, EMAMI, DELTA CORP, NAVA BHARAT VENTURES, MOTHERSON SUMI, ENDURANCE TECHNOLOGIES, BAFNA PHARMA જેવા શેર પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ એપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે
સોમવારે DOW 240 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
વૈશ્વિક બજારની વાત કરીએ તો અમેરિકી બજારમાં મે મહિનાની પોઝિટિવ શરૂઆત જોવા મળી છે. સોમવારે DOW 240 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જ્યારે SGX Niftyમાં સમતોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે એશિયાઈ બજાર નબળું જોવા મળી રહ્યું છે. SGX Nifty 12 પોઈન્ટના ઘટાડા પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.83 ટકાની નબળાઈ સાથે 28,812ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 2.14 ટકાના ઘટાડા સાથે 16,853.26ના સ્તર પર ચાલી રહ્યો છે.