ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ, નિફ્ટી 15,600ને પાર - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. એટલે કે મંગળવાર શેર બજાર માટે મંગળ સાબિત થયો છે. આજે સેન્સેક્સ 93.36 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 52,030.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી 26.40 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 15,609.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના બીજા દિવસે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ, નિફ્ટી 15,600ને પાર

author img

By

Published : Jun 1, 2021, 9:54 AM IST

  • સપ્તાહના બીજા દિવસે શેર બજાર ઉછાળા સાથે શરૂ થયું
  • સેન્સેક્સ 93.36 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 52,030.80ના સ્તર પર
  • નિફ્ટી 26.40 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 15,609.20ના સ્તર પર

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેત મળ્યા હોવા છતાં સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. એટલે કે મંગળવાર શેર બજાર માટે મંગળ સાબિત થયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 93.36 પોઈન્ટ (0.18 ટકા)ના વધારા સાથે 52,030.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26.40 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 15,609.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- paytm નિદેશકોએ રૂપિયા 22,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક આપી મંજૂરી

આ શેર પર સૌની નજર રહેશે

શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિવસભર શેર બજારમાં CIPLA, AURBINDO PHARMA, IRB INFRA, ડિફેન્સ શેર્સ, SOLARA ACTIVE, INTERGLOBE AVIATION જેવા શેર્સ પર તમામ રોકાણકારોની નજર ટકી રહેશે.

આ પણ વાંચો- બ્લેક ફંગસની દવાઓની આયાત પર ફી માફ: નાણાં પ્રધાન

એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો રેકોર્ડ હાઈ પર જોવા મળતા SGX NIFTYથી ફરી બજારમાં નવી ઉંચાઈ બનવાના સંકેત મળી રહ્યા છે. આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે SGX NIFTY 66.50 પોઈન્ટના વધારા સાથે 15,646.50ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.21 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 150.08 પોઈન્ટના ઘટાડા સાથે 28,710ની આસપાસ વેપાર કરી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.13 ટકાના ઉછાળા સાથે 17,090.07ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.15 ટકાની મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.53ની મજબૂતી તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.24 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.