ETV Bharat / business

લાલ નિશાન પર બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 465 પોઈન્ટ તૂટ્યો - લાલ નિશાન પર બંધ થયું શેર બજાર

સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. જોકે, દિવસભરની ઉથલપાથલ બાદ શેર બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. મંગળવારે સેન્સેક્સ 465 પોઈન્ટ (0.01 ટકા) તૂટીને 48,253.51ના સ્તર પર બંધ થયો હતો. તો નિફ્ટી 137.65 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 14,496.50ના નીચલા સ્તર પર બંધ થયો હતો.

લાલ નિશાન પર બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 465 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : May 4, 2021, 4:01 PM IST

  • શેર બજારનું ઓપનિંગ મજબૂત અને ક્લોઝિંગ નબળું રહ્યું
  • સેન્સેક્સ 465 પોઈન્ટ તૂટીને 48,253.51ના સ્તર પર બંધ થયો
  • નિફ્ટી 137.65 પોઈન્ટના ઘટાડા સાથે 14,496.60ના સ્તર પર બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે મંગળવારે ઉથલપાથલ વચ્ચે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 465 પોઈન્ટ (0.01 ટકા) તૂટીને 48,253.51ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 137.65 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 14,496.50ના નીચલા સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃ પરોક્ષ કર સંગ્રહ સુધારેલા લક્ષ્યાંક કરતાં વધી ગયો

બ્રાઝિલમાં ઉત્પાદન ઘટવાથી ચીની શેર્સમાં તેજી જોવા મળી

બ્રાઝિલમાં ઉત્પાદન ઘટવાથી અને દેશમાં ઈથેનોલ બ્લેડિંગની 422 જોગવાઈને મંજૂરીથી ચીની શેર્સમાં તોફાની તેજી જોવા મળી રહી છે. KCP, SAKTHI KOTHARI SUGAR અને DWARIKESH SUGAR આ અઠવાડિયે 25થી 30 ટકા ભાગ્યા છે. આ વર્ષે બ્રાઝિલમાં શેરડીના પાકમાં કમજોરી જોવા મળી રહી છે. બ્રાઝિલમાં શેરડીનું ઉત્પાદન ઘટતા ભારતીય કંપનીઓને ફાયદો થશે.

આ પણ વાંચોઃ રાહુલ બજાજે બજાજ ઓટોનું છોડ્યું અધ્યક્ષ પદ

આ 5 શેરમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળશે

3 મેએ નબળી શરૂઆત પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર બાઉન્સ બેક જોવા મળ્યું હતું. સોમવારે મેટલ ઈન્ડેક્સના બજારને મજબૂત સહારો મળ્યો હતો. સોમવારે મેટલ ઈન્ડેક્સમાં 2 ટકા અને FMCG ઈન્ડેક્સમાં 1 ટકાનો વધારો થયો હતો. જ્યારે બેન્કિંગ અને એનર્જીમાં દબાણ જોવા મળ્યું છે. આ વખતે 5 શેરમાં રોકાણ કરવાથી જોરદાર રિટર્ન મળી શકે છે. આ 5 શેરમાં Alembic Pharma, Avadh Sugar & Energy, Cigniti Technologies, Hindustan Copper અને Indian Energy Exchangeનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.