ETV Bharat / business

મંગળવારે સેન્સેક્સ 50669 પોઈન્ટ પર પહોંચ્યો - બીએસઈ

અઠવાડિયાના બીજા દિવસે શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી. મંગળવારે બીએસઈનો સેન્સેક્સ 274.03 પોઈન્ટ વધીને 50,669.11 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75.10 પોઈન્ટ વધીને 15,004.60 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.

મંગળવારે સેન્સેક્સ 50669 પોઈન્ટ પર પહોંચ્યો

author img

By

Published : Mar 16, 2021, 3:35 PM IST

  • વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેત મળતા સ્થાનિક શેર બજારમાં તેજી
  • શરૂઆતના સમયમાં સેન્સેક્સ 200 પોઈન્ટથી ઉપર જોવા મળ્યો હતો
  • સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ્સના શેરોને સૌથી વધારે ફાયદો થયો

આ પણ વાંચોઃ પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં: નાણાં પ્રધાન

મુંબઈઃ વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેત મળવાથી સ્થાનિક શેર બજારોમાં પણ મંગળવારે તેજી જોવા મળી હતી. ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઈન્ટ્સ જેવા પ્રમુખ શેરમાં પણ વધારા સાથે શરૂઆતના સમયમાં સેન્સેક્સ 200 પોઈન્ટથી ઉપર જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ સેન્સેક્સમાં 630.51 અને નિફ્ટીમાં 184.15 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર ખૂલ્યું

સેન્સેક્સ 50,000 અને નિફ્ટી 15,000ને પાર

મુંબઈ શેર બજારના 30 શેર પર આધારિત સેન્સેક્સ 274.03 પોઈન્ટ એટલે કે 0.54 ટકાના વધારા સાથે 50,669.11 પોઈન્ટ અને વ્યાપક આધારવાળો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75.10 પોઈન્ટ એટલે કે 0.50 ટકા વધીને 15,004.60 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં સામેલ શેરોમાં એશિયન પેઈન્ટ્સ સૌથી વધારે ફાયદામાં રહ્યું હતું. આમાં લગભગ 2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ત્યારબાદ ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતીય એરટેલ, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્રામાં વધારો જોવા મળ્યો હતો.

વિદેશી કંપનીઓના રોકાણકારોને રૂ. 1101 કરોડનો નફો થયો

સોમવારે બજારમાં BSEનો સેન્સેક્સ 397 પોઈન્ટ એટલે કે 0.78 ટકા ઘટીને 50,395.08 પોઈન્ટ અને NSEનો નિફ્ટી 101.45 પોઈન્ટ એટલે કે 0.67 ટકા ઘટીને 14,929.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સોમવારે વિદેશી કંપનીઓના રોકાણકારોએ મૂડી બજારમાં 1101.34 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.