- આજે 637 શેરમાં તેજી આવી, 540 શેરમાં ઘટાડો થયો
- ગયા અઠવાડિયે સૌથી વધારે ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને
- સેન્સેક્સમાં ટોપ દસમાંથી સાત કંપનીનું મુડીરોકાણ વધ્યું
મુંબઈઃ આ તમામની વચ્ચે આજે 637 શેરમાં તેજી આવી છે. જ્યારે 540 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ 82 શેરમાં કોઈ પણ પરિવર્તન જોવા નથી મળ્યું. શેરબજારમાં ગયા અઠવાડિયે તેજીની મોસમ રહી હતી. ગયા અઠવાડિયે સેન્સેક્સ 812.67 પોઈન્ટ એટલે કે 1.60 ટકા વધ્યો હતો. સેન્સેક્સમાં ટોપ દસમાંથી સાત કંપનીઓનું કુલ બજાર મુડીરોકાણ 1,40,430.45 કરોડ રૂપિયા વધ્યું હતું. આમાં સૌથી વધારે ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો હતો.
મોટી મોટી કંપનીઓના શેર લાલ નિશાન પર ખૂલ્યા
મોટા શેરની વાત કરીએ તો, શરૂઆત દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, એમ એન્ડ એમ, એલ એન્ડ ટી, એચસીએલ, ટેક, સન ફાર્મા અને બજાજ ફિનસર્વના શેર લીલા નિશાન પર શરૂ થયા હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રિડ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, ડોક્ટર રેડ્ડી, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, ઈન્ડસઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એશિયન પેન્ટ્સ, ઈન્ફોસિસ, મારૂતિ અને ટાઈટનના શેર લાલ નિશાન પર ખૂલ્યા હતા.
ગુરુવારે ઉથલપાથલ બાદ શેરબજાર લાલ નિશાન પર બંધ થયું
ગુરુવારે દિવસભરની ઉથલપાથલ બાદ શેરબજાર લાલ નિશાન પર બંધ થયું હતું. ઘટાડાનો આ ત્રીજો દિવસ છે. જ્યારે સેન્સેક્સ 379.14 પોઈન્ટ એટલે કે 51324.69ની સપાટીએ અને નિફ્ટી 89.98 પોઈન્ટ એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 15,118.95ની સપાટીએ બંધ થયું હતું.