ETV Bharat / business

સેન્સેક્સમા 300 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 15,300 પોઇન્ટથી નીચે - દક્ષિણ કોરિયા

વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે કેટલીક મોટી કંપનીઓના નુકસાનને પગલે બુધવારે સેન્સેક્સમાં પ્રારંભિક કારોબારમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો હતો. BSEના 30 શેરો વાળો સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં 310.50 પોઇન્ટ એટલે કે 0.60 ટકાના ઘટાડા સાથે 51,793.67 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ 300 પોઇન્ટથી નીચે, નિફ્ટી 15,300 પોઇન્ટની નીચે

author img

By

Published : Feb 17, 2021, 2:08 PM IST

  • શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઇન્ટથી નીચે, નિફ્ટી 15,300 પોઇન્ટની નીચે
  • સ્થાનિક શેરબજારમાં આજે બુધવારે નબળાઇ સાથે કારોબાર શરૂ થયો
  • શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો

મુંબઇ: વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે કેટલીક મોટી કંપનીઓના નુકસાનને પગલે બુધવારે સેન્સેક્સમાં પ્રારંભિક કારોબારમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો હતો. BSEના 30 શેરો વાળો સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં 310.50 પોઇન્ટ એટલે કે 0.60 ટકાના ઘટાડા સાથે, 51,793.67 પર ટ્રેડ કરી રહ્યો છે.

NSE નિફ્ટી પણ 74.35 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે

NSE નિફ્ટી પણ 74.35 પોઇન્ટ એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે 15,239.10 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ કંપનીઓમાં નેસ્લે ઈન્ડિયા સૌથી વધુ ખોટ સાથે લગભગ 4 ટકાનો ઘટાડો હતો. ત્યારબાદ ONGC, HDFC, TCS, પાવરગ્રિડ અને ICICI બેંકનો સમાવેશ થાય છે. બીજી તરફ બજાજ Auto, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત આગળ રહ્યા છે.

ક્રૂડ તેલ માટે વૈશ્વિક બેંચમાર્ક બ્રન્ટ ક્રૂડ 0.21 ટકા વધીને $$..48 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે

અગાઉના સત્રમાં સેન્સેક્સ 49.96 પોઇન્ટ અથવા 0.10 ટકા તૂટીને 52,104.17 પોઇન્ટ અને નિફ્ટી 1.25 પોઇન્ટ અથવા 0.01 ટકા તૂટીને 15,313.45 પોઇન્ટ પર બંધ થયા છે. વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો FPI મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદારો હતા. તેણે ગઈકાલે મંગળવારે 1,144.09 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. બપોરના વેપારમાં એશિયન બજારો મિશ્ર હતા. હોંગકોંગની હેંગ સેંગ લીડમાં હતો. જ્યારે જાપાનની નિક્કી અને દક્ષિણ કોરિયાની કોસ્પી ઘટતી હતી. દરમિયાન ક્રૂડ તેલ માટે વૈશ્વિક બેંચમાર્ક બ્રન્ટ ક્રૂડ 0.21 ટકા વધીને $$..48 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.