ETV Bharat / business

સેન્સેક્સ આજે 143થી ઓછા પોઈન્ટ પર જોવા મળ્યું, નિફ્ટીમાં પણ ઘટાડો - ફાર્મા એન્ડ ઓટો

એક ફેબ્રુઆરી 2021એ રજૂ થયેલા બજેટ પછી ઘણા દિવસ સુધી શેર બજારમાં તેજી જોવા મળી છે. જોકે આજે અઠવાડિયાના ચોથા દિવસે ગુરુવારે શેર બજાર લાલ નિશાન સાથે શરૂ થયું હતું. આજે ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 143.55 પોઈન્ટ (0.28 ટકા)ના ઘટાડા સાથે 51165.84ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 33.25 પોઈન્ટ એટલે કે 0.22 ટકાના ઘટાડા સાથે 15.073.25ના સ્તર પર ખૂલ્યો હતો.

સેન્સેક્સ આજે 143થી ઓછા પોઈન્ટ પર જોવા મળ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો

author img

By

Published : Feb 11, 2021, 1:59 PM IST

  • ગુરુવારે શેરબજાર લાલ નિશાન સાથે શરૂ થયું
  • સેન્સેક્સ 143.55 પોઈન્ટ સાથે શરૂ થયું
  • નિફ્ટી 33.25 પોઈન્ટના સ્તર પર ખૂલ્યું

નવી દિલ્હીઃ શેરબજારમાં આજે ગુરુવારે 736 શેરની તેજી આવી છે. જ્યારે 466 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અહીં, 87 શેરમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું ન હતું. વ્યાપક રૂપથી સકારાત્મક બજાર વચ્ચે આ અઠવાડિયામાં સેન્સેક્સની ટોપ 10 કંપનીઓની બજાર મુડીકરણમાં સામૂહિક રૂપથી 5,13,543.5 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન બજાર મૂડીકરણમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.

મોટા શેરની હાલત

મોટા શેરની વાત કરીએ તો આજે શરૂઆતી બજારમાં એચડીએફસી બેન્ક, એનટીપીસી, ટાઈટન, સન ફાર્મા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર લીલા નિશાન પર શરૂ થયો હતો. જ્યારે જેએસડબ્લ્યૂ સ્ટિલ, પાવર ગ્રીડ, ઈચર મોટર્સ, ડોક્ટર રેડ્ડી અને ભારતીય એરટેલના શેર લાલ નિશાન પર શરૂ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે એફએમસીજી, મીડિયા, પીએસયૂ બેન્ક અને રિયલ્ટીના તમામ સેક્ટરની શરૂઆત વધારા સાથે થઈ હતી, જેમાં બેન્ક, ફાર્મા, મેટલ, ફાઈનાન્સ સર્વિસીઝ, ઓટો, આઈટી અને પ્રાઈવેટ બેન્કનો સમાવેશ થાય છે.

પ્રી ઓપન દરમિયાન શેર માર્કેટની હાલત

પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 1.51 પોઈન્ટ ઉપર 51.310.90ના સ્તર પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી 49.30 પોઈન્ટ (0.33 ટકા) નીચે 15057.20ના સ્તર પર જોવા મળ્યો હતો.

બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું શેર બજાર

બુધવારે ઘરેલુ શેર બજાર લાલ નિશાન પર બંધ થયો હતો. સેન્સેક્સ 19.69 ટકા (0.04 ટકા) નીચે 51309.39ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 2.80 પોઈન્ટ એટલે કે 0.02 ટકાના ઘટાડા સાથે 15106.50ના સ્તર પર બંધ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.