- શેરબજારમાં ઐતિહાસિક તેજી
- જન્માષ્ટમીએ શેરબજાર રેકોર્ડ સ્તર પર
- સેન્સેક્સ નિફટી ઑલ ટાઈમ હાઈ
અમદાવાદ: શેરબજાર આજે શ્રી કૃષ્ણના રંગે રંગાયું હતું. શ્રી કૃષ્ણ જન્મની વધામણી આપતું હોય તે રીતે શેરોની જાતે-જાતમાં જોરદાર લેવાલી નીકળી હતી અને શેરોના ભાવ નોંધપાત્ર ઉછળ્યો હતો. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ સ્તર પર બંધ રહ્યાં હતાં.
અમેરિકાની ફેડરલ રીઝર્વ હાલ વ્યાજ દરમાં વધારો નહી કરે
અમેરિકાના ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે હાલ વ્યાજ દરમાં વધારો કરશે નહી, જે નિવેદનને પગલે ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. જેથી હવે માર્કેટમાં લીક્વીટિડીમાં ઘટાડો થશે નહી. એશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ તેજીનું વાતાવરણ જોવાયું હતું. જાપાન સ્ટોક માર્કેટનો નિક્કી, હોંગકોંગ સ્ટોક માર્કેટનો હેંગસેંગ અને કોરિયા સ્ટોક માર્કેટનો કોસ્પી ઈન્ડેક્સ પ્લસ રહ્યા હતા. બીજી તરફ ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(એફડીઆઈ) એપ્રિલ-જૂનમાં અંદાજે ડબલથી વધારે વૃદ્ધિ થઈ છે અને તે 17.57 અબજ ડૉલર પહોંચી ગયું છે. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેની ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર રહી હતી. તેજીવાળા ખેલાડીઓએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. નવા ઊંચા ભાવ છતાં નવી લેવાલી ચાલુ રહી હતી. જે બતાવે છે કે માર્કેટને અંડરકંટર મજબૂત તેજીનો છે.
શેરબજારમાં સર્વત્ર તેજી
આજે બીએસઈ સેન્સેક્સના 30 શેરમાંથી 26 શેરોમાં તેજી જોવા મળી હતી, તેમજ નિફટીના 50 શેરમાંથી 43 શેરમાં તેજી થઈ હતી. નિફ્ટી બેંકના 12 શેરોમાં તેજી જોવાઈ હતી.