મુંબઇઃ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર મજબુતી સાથે ખુલ્યા હતા. સોમવારે સવારે 9.16 કલાકે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સુચકઆંક 513.21 પોઇન્ટ એટલે કે, 1.64 ટકાની તેજી સાથે 31,840.43 પર રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 152.05 અંક એટલે કે, 1.67 ટકાના વધારા સાથે 9310.45 પર રહ્યો હતો.
આ શેરોમાં તેજી
દિગ્ગજ શેરની જો વાત કરીએ તો ITC હેઠળ તમામ કંપનીઓના શેરની શરુઆત તેજી સાથે થઇ હતી. સૌથી વધારાવાળા શેરમાં જી લિમિટેડ, ઇન્ફ્રાટેલ બેન્ક, હિન્ડાલ્કો, મારુતિ, એક્સિસ બેન્ક, યૂપીએલ, ટાટા મોટર્સ અને ટાટ સ્ટીલ સામેલ છે.
શુક્રવારે લાલ નિશાન પર બંધ થયા હતા બજાર
શુક્રવારે દિવસભર ઉતર-ચઢાણ સાથે શેર બજાર લાલ નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ 535.86 અંક એટલે કે, 1.68 ટકાના ઘટાડા સાથે 31327.22ના સ્તર પર બંધ થયા હતા.
જ્યારે નિફ્ટી 159.50 અંક એેટલે કે, 1.71 ટકાના ઘટાડા સાથે 9154.40 પર બંધ થયા હતા.