ETV Bharat / business

BSEમાં સેન્સેક્સમાં આવ્યો 500 પોઈન્ટ્સનો ઉછાળો - ઈન્ડસઇન્ડ બેન્ક

ભારતના શેર બજારમાં ગુરુવારના રોજ પણ તેજી યથાવત રહી હતી. સેન્સેક્સ 500 પોઈન્ટથી આગળ વધ્યું તો બીજી તરફ નિફ્ટીમાં 160 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.

મુંબઈ
મુંબઈ
author img

By

Published : Feb 25, 2021, 7:31 PM IST

  • (NSE)નો નિફ્ટી 161.45 પોઇન્ટ વધીને 15,143.45 પોઇન્ટ થયો
  • હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો
  • શાંઘાઈ, હોંગકોંગ, દક્ષિણ કોરિયાના સિયોલ અને જાપાનના ટોક્યોના માર્કેટ સારા રહ્યા

મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા જોરદાર ખરીદીને લીધે ગુરુવારે ટ્રેડિંગની શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્સચેંજમાં (BSE) સેન્સેક્સ 500 પોઇન્ટથી વધ્યો હતો. સેન્સેક્સ શેરોમાં HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓમાં ખરીદી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સેન્સેક્સમાં જોવા મળ્યો વધારો

વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ પણ સ્થાનિક બજારને ટેકો આપે છે. BSEનાં 30 શેરવાળો મુખ્ય સેન્સેક્સ 528.28 પોઈન્ટ્સ એટલે કે 1.04 ટકા વધીને 51,309.97 પર પહોંચ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો નિફ્ટી પણ 161.45 પોઇન્ટ એટલે કે 1.08 ટકા વધીને 15,143.45 પોઇન્ટ પર રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં, એક્સિસ બેન્ક લગભગ ત્રણ ટકાનો સૌથી વધારો નોંધાવી શકે છે.

વિદેશી રોકાણકારોએ 28,739.17 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા

ઈન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ONGC, કોટક બેંક, સ્ટેટ બેંક, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસીસના શેરમાં પણ વધારો થયો છે. તેનાથી વિપરિત નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો થયો છે. BSE સેન્સેક્સ 1,030.28 પોઇન્ટ એટલે કે 2.07 ટકા વધીને 50,781.69 પોઇન્ટ અને નિફ્ટી 274.20 પોઇન્ટ એટલે કે, 1.86 ટકા વધીને 14,982 પોઇન્ટ પર અટક્યું હતું. પ્રારંભિક શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે બજારમાં 28,739.17 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ 66.29 ડોલર પ્રતિ બેરલ પર અટક્યું

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, દક્ષિણ કોરિયાના સિયોલ અને જાપાનના ટોક્યોના માર્કેટ સારા રહ્યા હતા. આ દરમિયાન, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ 0.17 ટકા વધીને 66.29 ડોલર પ્રતિ બેરલ પર અટક્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.