- ભારતીય શેર બજારમાં બુધવારે સતત ઉછાળો
- નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો થયો
- સેન્સેક્સમાં 358.17 પોઈન્ટની તેજી જોવા મળી
મુંબઈઃ ભારતીય શેર બજારમાં બુધવારે સતત ઉછાળો જોવા મળ્યો છે. પ્રારંભિક સમયે સેન્સેક્સ 400થી વધારે પોઈન્ટ ઉછળી 50,700થી ઉપર જતો રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટના વધારા સાથે 15 હજારની ઉપર થઈ ગયો છે. સેન્સેક્સ સવારે 9.32 વાગ્યે ગયા સત્રથી 358.17 પોઈન્ટ એટલે કે 0.71 ટકાની તેજી સાથે 50655.06 પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી ગયા સત્રથી 113.15 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના વધારા સાથે 15032.25 પર રહ્યો હતો.
નિફ્ટી ગયા સત્રથી 145.40 પોઈન્ટની તેજી સાથે ખૂલ્યો
મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેન્સેક્સ ગયા સત્રથી 441.32 પોઈન્ટની તેજી સાથે 50738.21 પર ખૂલ્યો છે અને 50776.48 સુધી ઉછળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેરો પર આધારિત નિફ્ટી ગયા સત્રથી 145.30 પોઈન્ટની તેજી સાથે 15064.40 પર ખૂલ્યો છે.