મુંબઈ: વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં ગુરુવારે નીચા ઉછાળા સાથે કારોબાર શરૂ થયો હતો. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો અને નિફ્ટી પણ 100થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો.
દેશમાં કોરોના વાઈરસના વધતા જતા કેસ અને વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં પણ વેચવાનું દબાણ જોવા મળ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેંજનો (BSE) 30 શેરવાળો સંવેદનશીલ સૂચકાંક અગાઉના સત્રની સરખામણીએ 284.30 પોઇન્ટ ગુમાવી 30095.51 પર ખુલીને 30016.17 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરનો સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી પણ ગત સત્રની સરખામણીએ 74.05 પોઇન્ટના ઘટાડા સાથે 8851.25ના સ્તરે ખુલ્યો અને 8821.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.