ETV Bharat / business

અર્લી ટ્રેડનાં કારણે સેન્સેક્સમાં 210 પોઈન્ટનું ગાબડુંઃ એનર્જી, ફાર્મા સ્ટોક્સનાં ભાવ વધ્યા - શેરબજારનાં સમાચાર

ખૂબ જ સારી રીતે શરૂઆત કર્યા બાદ સેન્સેક્સમાં 210.75 પોઈન્ટ્સ એટલે કે 0.44 ટકાનું ગાબડું પડ્યુ હતું. અંતે સેન્સેક્સ 48,136.84 સુધી પહોંચીને બંધ રહ્યો હતો.

અર્લી ટ્રેડનાં કારણે સેન્સેક્સમાં 210 પોઈન્ટનું ગાબડું: એનર્જી, ફાર્મા સ્ટોક્સનાં ભાવ વધ્યા

author img

By

Published : Jan 27, 2021, 2:10 PM IST

  • સેન્સેક્સમાં 210.75 પોઈન્ટ્સનું ગાબડું પડતા 48,136.84 પર બંધ રહ્યો
  • ઓઈલ, ગેસ, ફાર્મા તેમજ બેંકિંગ ક્ષેત્રનાં શેરોની કિંમતમાં ઘટાડો થતા આ ઘટના બની
  • પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય ઇક્વિટી બજારો મંગળવારે બંધ રહ્યા હતા

મુંબઇ: BSE બેંચમાર્ક સેન્સેક્સ બુધવારે શરૂઆતનાં સત્રમાં 210 પોઇન્ટથી નીચે ગબડ્યો હતો. ઓઈલ, ગેસ, ફાર્મા તેમજ બેંકિંગ ક્ષેત્રનાં શેરોની કિંમતમાં ઘટાડો થયો હોવાથી આ ઘટના બની હતી. સેન્સેક્સ ચાર્ટ પર ઈન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી અને બજાજ ફિનસર્વને મોટું નુક્સાન ભોગવવું પડ્યુ હતું.

સેન્સેક્સનાં ઘટકોમાં 20 શેર લાલ અને 10 શેર લીલા ઘટકમાં હતા

અગાઉનાં ત્રણ સત્રમાં BSE સેન્સેક્સ 1,444.53 પોઇન્ટ એટલે કે 2.90 ટકા અને NSE નિફ્ટી 405.80 પોઇન્ટ એટલે કે 2.77 ટકા તૂટ્યા છે. સોમવારે સેન્સેક્સ 530.95 પોઇન્ટ એટલે કે 1.09 ટકાના ઘટાડા સાથે સત્ર બંધ થતા સુધીમાં 48,347.59 સુધી પહોંચ્યો હતો અને નિફ્ટીમાં 133 પોઇન્ટ એટલે કે 0.93 ટકાનાં ઘટાડા સાથે 14,238.90 પર બંધ થયો હતો. સેન્સેક્સ ઘટકોમાં 20 શેર લાલ અને 10 શેર લીલા ઘટકમાં કારોબાર કરી રહ્યા હતા.

સોમવારે ભારતીય મૂડી બજારમાંથી રૂ.765.30 કરોડની ઇક્વિટી વેચાઈ

વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, રોકાણકારોએ કેન્દ્રીય બજેટ અને નાણાકીય વર્ષની સમાપ્તિ પહેલા નફો મેળવવાનું પસંદ કર્યું છે. વિદેશી રોકાણકારોએ સોમવારે ભારતીય મૂડી બજારમાં ચોખ્ખા ધોરણે રૂ. 765.30 કરોડની ઇક્વિટી વેચી હોવાનું એક્સચેન્જ ડેટા દર્શાવે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય ઇક્વિટી બજારો મંગળવારે બંધ રહ્યા હતા. એશિયામાં અન્યત્ર, વૉલસ્ટ્રીટમાં રેકોર્ડ બ્રેકિંગ ગાબડું પડ્યા બાદ રોકાણકારો સાવચેત થઈ ગયા હતા. જેની સીધી અસર ભારતીય બજારો પર પણ પડી હતી. આ દરમ્યાન, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 55.87 પ્રતિ બેરલની કિંમત પર 0.41 ટકા વધારે કિંમત પર ટ્રેડ કરી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.