મુંબઇ: દેશના શેરબજારના કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. પ્રમુખ ઇન્ડેક્સ સેનસેક્સ સવારે 9.53 વાગ્યે 86.07 અંકોના ઘટાડા સાથે 37,945.06 પર કારોબાર કરતા જોવા મળ્યો હતો. નિફ્ટી પણ લગભગ આ જ સમયે 22.15 અંકોના ઘટાડા સાથે 11,324.05 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 107.43 પોઇન્ટની મજબુતી સાથે 38,138.56 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 26.05 અંકોના મામુલી વધારા સાથે 11,3725.25 પર ખુલ્યું હતું.
આજના દિવસે રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 69 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 11 પૈસા ઘટીને 69.91 ના સ્તર પર બંધ થયો હતો.