ETV Bharat / business

રિલાયન્સ દુનિયાની 48મી સૌથી મુલ્યવાન કંપની બની - મુકેશ અંબાણી

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજનું બજાર મુલ્યાકંન 13 લાખ કરોડને પાર પહોંચવા સાથે તે દુનિયાની 48મી સૌથી મુલ્યવાન કંપની બની છે.

Mukesh Ambani
Mukesh Ambani
author img

By

Published : Jul 24, 2020, 8:16 AM IST

નવી દિલ્હીઃ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજનું બજાર મુલ્યાકંન 13 લાખ કરોડને પાર પહોંચવા સાથે તે દુનિયાની 48મી સૌથી મુલ્યવાન કંપની બની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી કાચુ તેલ, રિફાઈનરી, પેટ્રો રસાયણ, ખુદરા અને ટેલિકોમ ક્ષેત્રમાં કામ કરનારી દેશી સૌથી મોટી કંપની છે.

શેર બજારના આંકડા અનુસાર દુનિયાભરમાં બજાર મુલ્યાંકન પ્રમાણે રિલાયન્સ દુનિયામાં 48મી સૌથી મુલ્યવાન કંપની બની છે. આ શ્રેણીમાં 1700 અરબ ડોલરના બજાર મુલ્યાંકન સાથે સઉદી અરાકો દુનિયાની સૌથી મુલ્યવાન કંપની છે. ત્યાર બાદ ક્રમશઃ જોઈએ તો એપલ, માઈક્રોસોફ્ટ, અમેજોન અને અલ્ફાબેટ(ગુગલ) નું સ્થાન આવે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર બીએસઈ પર ગુરુવારે 2.82 ટકા વધીને 2,060.65 રૂપિયા પર બંધ થયો હતો. આનાથી કંપનીનુ બજાર મુલ્યાંકન 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે.

કંપનીના હાલમાં જાહેર થયેલા રાઈટ્સ ઈશ્યુ અને અન્ય શેરોમાં અલગ અલગ ટ્રડિંગ થયું છે. કંપનીનું કુલ બજાર મુલ્યાકંન 13.5 લાખ કરોડ રૂપિયા કરતાં પણ અધિક થયું છે. આજ સુધી ભારતની કોઈ પણ કંપનીએ બજાર મુલ્યાંકન 13 લાખ કરોડને પાર કર્યુ નથી.

એશિયામાં રિલાયન્સ ટૉપ 10 કંપનીમાં સામેલ છે. ચીનની અલીબાબા કંપની દુનિયાભરમાં સાતમાં ક્રમ પર છે. ટૉપ 100 કંપનીમાં ભારતની રિલાયન્સ કંપની સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસ પણ સામેલ છે. ટીસીએસનું બજાર મુલ્યાંકન 8.14 લાખ કરોડ રૂપિયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.