નવી દિલ્હી: તેલ કંપનીઓ દ્વારા આજ પેટ્રોલના ભાવમાં કેટલાક પૈસાનો વધારો કરાયો છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, 30 જુલાઇ દિલ્હી સરકારે 8.36 રુપિયાનો ડીઝલમાં ઘટાડો કર્યો હતો. જેનાથી બજાર ભાવ 73.56 રુપિયા પ્રતિ લીટર થઇ ગયા હતાં.
દેશની રાજધાનીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 17 પૈસાના વધારા સાથે ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 29 જૂનથી 47 દિવસ યથાવત રહેલા ભાવે વિરામ તોડીને રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે.
જાણો પ્રમુખ શહેરોના ભાવ
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્હી | 73.56 | 80.90 |
કોલકાતા | 70.06 | 82.43 |
મુંબઇ | 80.11 | 87.58 |
ચેન્નાઇ | 78.86 | 83.99 |
તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો છે, જે તમને આઈઓસીએલની વેબસાઇટ પરથી મળશે.