ETV Bharat / business

મોંઘવારીઃ પેટ્રોલ, ડીઝલના રેટ 16 દિવસમાં 8 રુપિયા પ્રતિ લીટર વધ્યા - પેટ્રોલના ભાવમાં વધારો

સામાન્ય લોકો પર પેટ્રોલ ડીઝલના વધતા ભાવોનો બોજો સતત વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાનો સિલસિલો 16માં દિવસે પણ યથાવત છે. પેટ્રોલની કિંમતમાં 0.33 પૈસા તો ડીઝલમાં 0.58 પૈસાનો વધારો થયો છે.

Etv Bharat, Gujarati News, Petrol Diesel Price
Petrol Diesel
author img

By

Published : Jun 22, 2020, 11:33 AM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત 16માં દિવસે ભાવમાં વધારો થયો છે. આ 16 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં 8.30 રુપિયા પ્રતિ લીટર વધ્યા છે, તો ડીઝલ 9.46 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇંધણ તેલના ભાવમાં કોઇ વધારો અથવા મંદી જોવા મળતી નથી, પરંતુ સપાટ કારોબાર ચાલી રહ્યો છે. જો કે, બેન્ચમાર્ક ઇંધણ તેલ બ્રેન્ટ ક્રુડના ભાવ 42 ડૉલર પ્રતિ બેલરની ઉપર ગયા છે.

પેટ્રોલના ભાવ પ્રતિ લીટર

  • દિલ્હીઃ 79.56 રુપિયા
  • મુંબઇઃ 86.36 રુપિયા
  • ચૈન્નઇઃ 82.87 રુપિયા
  • કોલકાતાઃ 81.27 રુપિયા

ડીઝલના ભાવ પ્રતિ લીટર

  • દિલ્હીઃ 78.27 રુપિયા
  • મુંબઇઃ 77.24 રુપિયા
  • ચૈન્નઇઃ 76.30 રુપિયા
  • કોલકાતાઃ 74.14 રુપિયા

SMS કરીને જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ

તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા પણ ચેક કરી શકો છો. ઇન્ડિયન ઓઇલના ઉપભોક્તા RSP<ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર અને HPCLના ઉપભોક્તા HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 નંબર પર મોકલી શકો છો. બીપીસીએલ ઉપભોક્તા RSP <ડીલરકોડ> લખીને 9223112222 નંબર પર મોકલી શકો છો અથવા તો આઇઓસીની વેબસાઇટ (https://www.iocl.com/Products/PetrolDieselPrices.aspx) પર જઇને પણ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો.

દરરોજ 6 કલાકે નક્કી થાય છે કિંમતો

વધુમાં જણાવીએ તો પ્રતિ દિવસ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી જ નવા રેટ લાગુ થઇ જતા હોય છે.

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના ભાવ?

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો હોય છે. આ જ ધોરણોને આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઇંધણ કંપનીઓ કરતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.