ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 12 પૈસા, કોલકાતામાં 3 પૈસા, મુંબઈમાં 12 પૈસા અને ચેન્નઈમાં 12 પૈસા પ્રતિલીટરનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં દિલ્હીમાં 20 પૈસા, કોલકાતામાં 15 પૈસા અને મુંબઈ તેમજ ચેન્નઈમાં 21 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, દિલ્હી, કોલકાતા, મુંબઈ તેમજ ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ: 71.50, 73.73, 77.16 અને 74.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. ડીઝલના ભાવમાં પણ ચારેય મહાનગરમાં 66.16 રૂપિયા, 68.06 રૂપિયા, 69.37 રૂપિયા અને 69.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.