- ભારતીય અર્થવ્યવસ્થા મહામારીના ઝટકામાંથી આવે છે બહાર
- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ચેતવણી
- વર્તમાન વ્યવસ્થાએ મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરી
આ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થામાં દેખાઈ રહ્યો છે 'વી-આકાર'નો સુધારો: અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા ધીમે ધીમે મહામારીના ઝટકાથી બહાર આવી રહી છે. તેવામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપતા જણાવ્યું કે, નાણાકીય નીતિના ઢાંચામાં કોઈ પણ પ્રકારના મોટા ફેરફારથી બ્રાન્ડ બજાર પ્રભાવિત થઈ શકે છે. રાજને કહ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થાએ મોંઘવારીને કાબૂમાં રાખવા અને વૃદ્ધિને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે. વર્ષ 2024-25 સુધી ભારતીય અર્થવ્યવસ્થા 5000 અબજ ડોલર પર પહોંચવાનો લક્ષ્ય વધુ આકાંક્ષી છે. તેમણે કહ્યું હતું કે, મહામારી પહેલા પણ આ લક્ષ્ય અંગે સાવધાની રાખવામાં નહતી આવી.
આ પણ વાંચોઃ વિવાદથી વિશ્વાસ યોજનાએ 28 ટકાની સફળતા સાથે એકત્રિત કર્યા રૂ. 53,346 કરોડ
નાણાકીય ઢાંચામાં ફેરફાર થશે તો બ્રાન્ડ બજાર પ્રભાવિત થશેઃ રઘુરામ રાજન
પૂર્વ RBI ગવર્નરે જણાવ્યું કે, રિઝર્વ બેન્કને છુટક ફુગાવાને 4 ટકા પર રાખવાનો લક્ષ્ય અપાયો છે. કેન્દ્રિય બેન્કના ગવર્નરની અધ્યક્ષતાવાળી 6 સભ્યાવાળી નાણાકીય નીતિ સમિતિ આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને નીતિગત દર નક્કી કરે છે. જો નાણાકીય નીતિના ઢાંચામાં કોઈ પણ પ્રકારના મોટા ફેરફાર કરીશું તો તેનાથી બ્રાન્ડ બજાર પ્રભાવિત થવાનું જોખમ રહેશે.