નવી દિલ્હીઃ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સુચકઆંક સેન્સેક્સ બુધવારે 400 અંક ઘટીને 29,800.76ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 130.35 અંક ગગડીને 8,719.80ના સ્તર પર ખુલ્યો હતો.
પ્રી ઓપન દરમિયાન સવારે 9.10 કલાકે શેર માર્કેટ લાલ નિશાન પર હતા. સેન્સેક્સ 350.02 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 100 અંકોનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પહેલા મંગળવારે સેન્સેક્સ 2476.26 અંક સાથે 8.97 ટકા વધીને 30,067.21 અંક પર બંધ થયો હતો. આ જ રીતે નિફ્ટી પણ 720.10 અંક એટલે કે, 8.69 ટકા ઘટીને 8,785.90 અંક પર બંધ થયો હતો.