- ઈન્ડિગોએ લૉકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના નાણા કર્યા પરત
- 25 માર્ચથી લૉકડાઉન લાગતા તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી
- સુપ્રીમ કોર્ટે ગયા સપ્ટેમ્બરમાં વિમાની કંપનીઓને આપ્યો હતો આદેશ
- સુપ્રીમ કોર્ટના આદેશ પર ઈન્ડિગોએ તમામ ગ્રાહકોને પૈસા પરત આપ્યા
આ પણ વાંચોઃ 3 વખત લેન્ડિંગ ફેઈલ, એક કલાક સુધી હવામાં ચક્કર કાપતું રહ્યું વિમાન જાણો આગળ શું થયું...
નવી દિલ્હીઃ સસ્તી વિમાન સેવા આપતી ઈન્ડિગોએ એક નિવેદન આપ્યું હતું, જેમાં કંપનીએ જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન રદ થનારી 99.95 ટકા ટિકિટો માટે પૈસા પરત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારીના પ્રકોપને રોકવા માટે 25 માર્ચથી લૉકડાઉન લગાવ્યું હતું, જેના કારણે 2 મહિના વિમાની સેવા બંધ રહી હતી. સુપ્રીમ કોર્ટે ગયા સપ્ટેમ્બરમાં તમામ વિમાની કંપનીઓને આદેશ આપ્યો હતો કે, તેમના પ્રવાસીઓને સંપૂર્ણ ધનરાશિ 31 માર્ચ 2021 સુધી પરત આપવામાં આવશે. આ એવા પ્રવાસીઓ છે જેમની ફ્લાઈટ 25 માર્ચ 2020થી 24 મે 2020 દરમિયાન રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ
ઈન્ડિગોએ ગ્રાહકોને ચૂકવ્યા 1030 કરોડ રૂપિયા
ઈન્ડિગોએ વધુમાં જણાવ્યું કે, મે 2020માં ફ્લાઈટ ફરી શરૂ થયા બાદ ઈન્ડિગો તેના ગ્રાહકોને ઝડપથી પૈસા પરત આપી રહી છે. ઈન્ડિગોએ પહેલા જ 1030 કરોડ રૂપિયા ગ્રાહકોને ચૂકવી દીધા છે, જે કુલ રકમના 99.95 ટકા છે.