- સોનાના ભાવમાં 198 રુપિયાનો વધારો
- આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંન્નેના ભાવમાં તેજી
- એચડીએફસી સિક્યુરિટીઝએ આ જાણકારી આપી
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં કીમતી ધાતુઓના ભાવમાં વધારો થવાથી સ્થાનીક બજારોમાં પણ સોનું 198 રુપિયાથી વધી 48,480 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. એચડીએફસી સિક્યુરિટીઝએ આ જાણકારી આપી હતી.આ પહેલા સોનાનો ભાવ 48,282 રુપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. મંગળવારના રોજ ભાવ 1,008 રુપિયા વધી 65,340 રુપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે.
આ પહેલા 64,332 રુપિયા પ્રતિ કિલો પર હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંન્નેના ભાવમાં તેજી જોવા મળી હતી.સોનાના ભાવમાં 1,843 ડોલર પ્રતિ ઔંસ પર પહોચ્યો જ્યારે ચાંદી પણ 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.