મુંબઇ : શરૂઆતમાં કામકાજમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) 1,000 પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેન્સ ઘટીને 33,103.24 પર આવી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો નિફ્ટી પણ 9,587.80 પર પહોંચ્યો છે. શરુઆતના કામકાજમાં સેન્સેક્સ 2178 પોઇન્ટનો કડાકો થતા 31,925 પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 518 પોઈન્ટના કડાકો સાથે 9,437.00 પર પહોંચ્યો છે.
સોમવારે ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા અને ન્યૂઝીલેન્ડની કેન્દ્રીય બેંક ઈમરન્જસી પગલું લેતા વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો.
તે દરમિયાન SBIના શેરમાં 14 ટકાનો વધારો થયો છે. શેરબજારના ઘટાડા પર સરકાર તરફથી પ્રથમવાર નિવેદન સામે આવ્યુ છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી સુબ્રમણ્યમે કહ્યું કે, કોરોના વાયરસના કારણે દુનિયાના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેબીએ શુક્રવારે કહ્યું કે, શેરબજારમાં ભારે ઉથલપાથલનો સામનો કરવા માટે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. સેબીએ કહ્યું કે, શેરબજાર માટે યોગ્ય પગલાં ભરશે.