મુંબઇ: દુનિયાના ગ્લોબલ શેરબજારમાં ઘટાડો યથાવત છે. આજે અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકા વધુ ઘટ્યો છે. જે બાદ ટ્રેડિંગ રોકી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, શેર બજારમાં 10 ટકાથી વધુનો ઘટાડો થાય તો, લોઅર સર્કિટ લાગુ થાય છે અને કેટલાક સમય માટે ટ્રેડિંગ પર રોક લાગે છે.
ઉલ્લેખનીય છે કે, દલાલ સ્ટ્રીમમાં રોકાણકારો રોકાણને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ પર રોક લગાવી દીધી છે. જેથી રોકાણકારોને નુકસાન ન થાય.
ગુરુવારે સેન્સેક્સમાં 3100 અંકનો કડાકો થયો હતો, જ્યારે નિફ્ટીમાં 950 અંકનો કડાકો થયો હતો. આ શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો કડાકો હતો. કોઇપણ એક દિવસમાં શેરબજારમાં આટલો મોટો કડાકો થયો નથી. શેર બજારની શરુઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1600 અંકનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઘટીને 34,000ની સપાટી આવી ગયો હતો. જ્યારે નિફટીમાં પણ 500 અંકનો કડાકો થયો છે. નિફટી ઘટીને 10 હજાર અંકની નીચે 9,950ની સપાટીએ આવી ગયો છે.
કોરોના વાયરસના કારણે અમેરિકાના શેરબજારમાં પ્રમુખ સૂચકાંક ડાઉ જોન્સ અને એસ એન્ડ પીમાં ઐતિહાસિક ઘટાડો થયો હતો. ડાઉ ડોન્સમાં 10 ટકા એટલે 2,352.60 પોઈન્ટનો કડોકો થયો હતો. જ્યારે એસ એન્ડ પીમાં 9.5નો કડાકો થયો હતો.