બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 96.78 અંકની મજબુતી સાથે 39,449.45 પર જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 35.4 અંકના ઘટાડા સાથે 11,863.65 પર ખૂલ્યું હતું.
તો શેર બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 176.48 અંક એટલે કે 0.45 ટકાના વધારા સાથે 39529.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 44.20 અંક એટલે કે 0.37 ટકાની તેજીની સાથે 11872.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, રિયલ્ટી, મેટલ શેર્સમાં ખરીદારી જોવાને મળી રહી છે. જો કે ઑટો અને આઈટી શેરોમાં થોડુ દબાણ જોવાને મળી રહ્યુ છે.
આજના કારોબારી દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત સપાટ રહી હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 69.74 ના સ્તર પર જ ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 49 પૈસા વધીને 69.74 ના સ્તર પર બંધ રહ્યો હતો.