શરુઆતી કારોબારમાં BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 9.38 વાગ્યે 373.58 અંકોની મજબુતી સાથે39,419.92 પર જ્યારે NSEના 50 શેર પ આધારિત નિફ્ટી લગભગ આ જ સમયે 107.35 પોઇન્ટના વધારા સાથે 11,798.85 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.
ભારતીય રૂપિયાની શરૂઆત વધારા સાથે થઇ હતી. ડૉલરના મુકાબલે રૂપિયો 14 પૈસા વધીને 69.56 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 69.70 ના સ્તર પર બંધ થયો હતો.