બુધવારે રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે કોઈ અન્ય કંપનીના નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ વસુલવાની જાહેરાત કર્યા બાદ આજે જિયોની પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓના શેરમાં જબરજસ્તી તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલનો શેર 5.05 ટકા વધી 377 રૂપિયા પર બંધ થયો હતો.નબળી શરૂઆતના કારણે BSE ઇન્ડેક્સ સેન્સેક્સ છેલ્લે 297.55 પોઇન્ડ પર બંધ થયો.આ સિવાય યસ બેન્ક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યસ બેન્ક 3.13 ટકા ઘટી 41 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.36 ટકા ઘટી 254 રૂપિયા પર કારોબારી કરી રહ્યો છે.
![મુંબઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4709773_kkk.jpg)
![મુંબઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4709773_sssss.jpg)