વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેતો આપ્યા છે કે, 1 મે બાદ આ જ સ્થિતિઓયથાવત રહી શકે છે, પરંતુ તેમણે અમેરિકાની અર્થવ્યવસ્થાને તબક્કાવાર રીતે ખોલવાની આવશ્યક્તા પર ભાર મુક્યો છે. હાલમાં અમેરિકાની 95 ટકાથી વધુ વસ્તી ઘરોમાં છે. દેશમાં સામાજિક અંતર સહિત અન્ય કડક પગલા પહેલી મે સુધી લાગુ રહેશે. ટ્રમ્પે સંકેત આપતા કહ્યું કે, આ બધુ 1લી મે બાદ પણ યથાવત રહી શકે છે, પરંતુ તેમણે અર્થ વ્યવસ્થાને ધીરે-ધીરે ખોલવાની આવશ્યક્તાને રજૂ કરી હતી.
અમુક આંકલન અનુસાર પહેલા અમુક અઠવાડિયામાં 2.6 કરોડથી વધુ અમેરિકીઓએ બેરોજગારી ભથ્થા માટે આવેદન આપ્યા અને તે સંખ્યા જલ્દી જ 4 કરોડનો આંકડો પાર કર્યો હતો. વિશ્વ બેન્ક તથા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ બંનેએ 2020માં અમેરિકામાં નકારાત્મક વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ''અમેરિકાને વેગ આપવા માટે દરેક નાગરિકને સતર્કતા રાખવાની જરુર છે અને આપણે બધા જાણીએ છીએ કે, સારી રીતે સાફ-સફાઇ રાખીને, સામાજિક અંતર બનાવીને અને ચહેરાને ઢાંકીને આ જીત મેળવી શકાય તેમ છે.
ટ્રમ્પે કોરોના વાઇરસ પર વ્હાઇટ હાઉસમાં પોતાના નિયમિત સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને સુરક્ષિત તથા ચરણબદ્ધ તરીકે ફરીથી શરુ કરવી ઉત્સાહજનક રહેશે, પરંતુ તેનો એ અર્થ નથી કે, આપણે કોઇ પણ રીતે ઢીલ રાખીએ. આપણે દેશને ફરીથી પાટા પર લાવવા માટે સતત આવશ્યક પગલાઓ લેવા પડશે.
તેમણે જણાવ્યું કે, 23 રાજ્યોમાં નવા કેસમાં ઘટાડો થયો છે. જ્યારે સૌથી વધુ કેસ આવી રહ્યા હતા, તે 40 ટકા અમેરિકી કાઉન્ટીમાં નવા કેસમાં તેજીથી ઘટાડો થયો છે. આ સાથે જ 46 રાજ્યોએ કોરોના વાઇરસ જેવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા પણ ઓછી થઇ છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા કોવિડ 19 માટે રસી બનાવવાથી ખૂબ જ નજીક છે.
ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અનુસાર આંકડાઓમાં ન્યૂયોર્ક મેટ્રો ક્ષેત્ર, ન્યૂજર્સી, કનેક્ટિકટ, ડેટ્રોઇટ અને ન્યૂ ઓર્લીસમાં પ્રગતિના સંકેત છે.