નવી દિલ્હી : દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકે મંગળવારે 10 એપ્રિલથી તમામ લોનના વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
તે સાથે બેંકે બચત ખાતા જમા પર પણ 0.25 ટકા વ્યાજદર ઘટાડીને 2.75 ટકા કર્યો છે.
બેંકે એક નિવેદનમાં કહ્યું કે એમસીએલઆરમાં કટોતી બાદ એક વર્ષની સમયમર્યાદા પર વ્યાજદર પર 7.75 ઘટીને 7.40 ટકા વાર્ષિક કરવામાં આવશે.
તે સાથે બેંકે બચત ખાતાઓના જમા પર વ્યાજદરને 0.25 ટકા ઘટીને 2.75 ટકા કરવાની જાહેરાત કરી હતી.