આ અગાઉ ભારતીય કરન્સીમાં સોમવારે વિતેલા સત્રની સરખામણીએ 70 પૈસાના ઘટાડા સાથે 71.62 ટકા પ્રતિ ડૉલર પર ખુલ્યો છે.વિતેલા સત્રમાં શુક્રવારે રુપિયો ડૉલરની સરખામણીએ 70.92 પર બંધ થયો હતો.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રુપિયામાં આવેલી નબળાઈનું મુખ્ય કારણ કાચા તેલમાં આવેલી જોરદાર તેજી છે. તેલના ભંડારો ધરાવતા દેશોમાં તેલની માગ વધતા તેની કિંમતમાં વધારો થયો છે. કારણ કે, તેલના ભંડોળમાં તેનું પાંચ યોગદાન છે. ભારત સઉદી પાસેથી મોટી માત્રામાં તેલની ખરીદી કરે છે.
આપને જણાવી દઈએ કે, ભારત 80 ટકા તેલ બહારની મગાવે છે. તેથી તેલની કિંમતમાં વધારો થતાં વધારે ડૉલરની જરૂર ઊભી થાય છે. તેથી ડૉલરની સરખામણીએ રુપિયાની કિંમતમાં ઘટાડો થાય છે.