ETV Bharat / business

સાવધાન: SBI નથી આપી રહી YONO દ્વારા ઈમરજન્સી લોન - YONO platform

YONO દ્વારા SBIની ઈમરજન્સી લોન યોજના અંગે વ્યાપક અફવા બજારમાં ફેલાઇ રહી છે. આ બાબતે SBIએ સ્પષ્ટતા કરી હતી કે, SBI આવી કોઈ લોન આપતી નથી. અમે અમારા ગ્રાહકોને પણ આવી અફવાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.

YONO
YONO
author img

By

Published : May 11, 2020, 11:43 AM IST

મુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, તે પોતાના YONO પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી લોન આપી રહી નથી. કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે કે, SBI 45 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની ઈમરજન્સી લોન આપી રહી છે. આ અહેવાલો મુજબ ઈમરજન્સી લોન 10.5 ટકાના વ્યાજ દરે આપવામાં આવશે. અને છ મહિનાના સમયગાળા પછી ઈએમઆઈ(હપતા) શરૂ થશે.

SBI બેન્કે કહ્યું, YONO દ્વારા SBIની ઈમરજન્સી લોન યોજના અંગે વ્યાપક સમાચારો છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, SBI આવી કોઈ લોન આપતી નથી. અમે અમારા ગ્રાહકોને અફવામાં ન માનવા માટે વિનંતી કરીએ છીએ.

SBIએ કહ્યું હતું કે, કોરોના વાઈરસ રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને લીધે રોકડ તંગીને કારણે તેના પગારદાર ગ્રાહકોને રાહત આપવા માટે YONO દ્વારા પૂર્વ-માન્ય વ્યક્તિગત લોન ઓફર શરૂ કરવાની તૈયારીમાં છે.

ઓનલી નીડ વનય(YONO)એ SBIનું ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ છે. આ દ્વારા SBI તેના ગ્રાહકોને બેંકિંગ, ખરીદી, જીવનશૈલી અને રોકાણની જરૂરિયાતો માટે એક જ પ્લેટફોર્મ પર સુવિધા ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.