નવી દિલ્હી: વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020માં ભારતનો આર્થિક વિકાસ દરનો અગાઉનો અંદાજ ઘટાડીને 2.5 ટકા કર્યો છે. આ પહેલા તેણે 5.3 ટકા GDP ગ્રોથનું અનુમાન લગાડ્યું હતું.
કોરોના વાઈરસને કારણે અને વિશ્વના દેશોના આગમન પર પ્રતિબંધ હોવાને કારણે આર્થિક ખર્ચમાં વધારો થયો છે અને તેના કારણે દેશનો વિકાસ દર ઘટવાની ધારણા છે. મૂડીઝે કહ્યું છે કે, અનુમાનિત વૃદ્ધિ દર અનુસાર, 2020માં ભારતની આવકમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. જેનાથી 2021માં ઘરેલું માગ અને આર્થિક સ્થિતિમાં સુધારણાના દરને પહેલા કરતાં વધુ પ્રભાવિત થઇ શકે છે.
એજન્સીએ કહ્યું છે કે, "ભારતમાં બેન્કો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ સાથે રોકડ ભંડોળની તીવ્ર અછતને કારણે, ભારતમાં લોન મેળવવામાં પહેલેથી જ મુશકેલીઓ આવી રહી છે."