ETV Bharat / business

આત્મનિર્ભર ભારત માટે 20 લાખ કરોડનું રાહત પેકેજ, MSMEને 3 લાખ કરોડની લોન - કોરોના કહેર

નાણાં પ્રધાન નિર્મલા સીતારમને 20 લાખ કરોડના રાહત પેકેજની વિશેષ માહિતી આપી હતી. આ અંગે સીતારમને બુધવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સમાજના અનેક વર્ગ સાથે ચર્ચા કર્યા બાદ આ પેકેજનું વિઝન દેશ સામે રજૂ કર્યું છે. અમારી સરકારનું લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું છે.

COVID-19 package for MSMEs
આત્મનિર્ભર ભારત માટે 20 લાખ કરોડનું રાહત પેકેજ, MSMEને 3 લાખ કરોડની લોન
author img

By

Published : May 13, 2020, 6:48 PM IST

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન 20 લાખ કરોડના રાહત પેકેજની વિશેષ માહિતી આપી હતી. આ અંગે સીતરમને બુધવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સમાજના અનેક વર્ગ સાથે ચર્ચા કર્યા બાદ આ પેકેજનું વિઝન દેશ સામે રજૂ કર્યું છે. અમારી સરકારનું લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું છે. આ પેકેજ દેશને આત્મનિર્ભર બનાવવા માટેનું છે.

નાણાં પ્રધાને કહ્યું કે, આ પેકેજમાંથી લધુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ ગેરેન્ટી ફ્રી લોન 4 વર્ષ માટેની હશે અને પ્રથમ વર્ષે પ્રિન્સિપલ રકમ ચૂકવવી પડશે નહીં.

COVID-19 package for MSMEs
આત્મનિર્ભર ભારત માટે 20 લાખ કરોડનું રાહત પેકેજ, MSMEને 3 લાખ કરોડની લોન

નિર્મલા સીતારમણે કહ્યું કે, આ પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે. આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી. પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.

આ પેકેજમાં 3 લાખ કરોડની લોન MSMEને મળશે, આ વિવિધ ફાયદા થશે.

  • 4 વર્ષ માટે લોન અને 100 ટકા ગેરન્ટી ફ્રી.
  • લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય.
  • 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
  • 31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
  • કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. 45 લાખ MSMEને ફાયદો થશે.
  • 20 હજાર કરોડ રૂપિયા સ્ટ્રેસ્ડ MSMEને આપવામાં આવ્યા.
  • સારા MSME માટે 50 હજાર કરોડનું ફન્ડ ઓફ બનશે.
  • તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે.
  • માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું.
  • સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર
  • મધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડના કારોબારને મંજૂરી.
  • લોકલ ઉદ્યોગોને ગ્લોબલ કરવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો ગ્લોબલ ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા આવ્યા છે.
  • એટલે કે 200 કરોડ રૂપિયાથી ઓછું કોઈ ટેન્ડર નહિ હોય.
  • આશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશે.
  • સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે.
  • MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.