ETV Bharat / business

ઇનકમ ટેક્સ રિર્ટન: નવા ITR-1 ફોર્મની સંપૂર્ણ માર્ગદર્શિકા અને તેમાં ફેરફાર

આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-2020 માટે નવા આઈટીઆર-1(ઇ-ફોર્મ) ફાઇલ કરવા માટેની વિન્ડો ખોલી છે. આઇટીઆર-1 ફોર્મ સહજ ફોર્મ તરીકે પણ ઓળખાય છે જે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે છે.

author img

By

Published : Jun 8, 2020, 5:53 PM IST

ઇનકમ ટેક્સ
ઇનકમ ટેક્સ

હૈદરાબાદ: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-2020 માટે નવા આઈટીઆર -1 (ઇ-ફોર્મ) ફાઇલ કરવા માટેની વિન્ડો ખોલી છે.

આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જે ફોર્મ ઉપલબ્ધ છે તે કરદાતાઓને નાણાકીય વર્ષ 2019-2020 માટે સરળતા સાથે ઇનકન ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં મદદ કરશે.

આઇટીઆર-1 ફોર્મ સહજ ફોર્મ તરીકે પણ ઓળખાય છે જે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે છે.

  1. ચાલો જોઈએ કે આઈટીઆર- 1 કોણ ફાઇલ કરી શકે છે.
  2. આ રિટર્ન ફોર્મ એ વ્યક્તિ માટે છે જેની નાણાકીય વર્ષ 2019-20 માટેની કુલ આવક શામેલ હોય.
  3. પગાર / પેન્શનથી આવક
  4. વ્યક્તિ ભારતનો નિવાસી હોય, NRI આઇટીઆર -1 નો ઉપયોગ કરી શકતા નથી
  5. વ્યક્તિની કુલ આવક રૂ .50 લાખથી વધુ ન હોવી જોઈએ;
  6. એક હાઉસ પ્રોપર્ટીથી થતી આવક
  7. અન્ય સ્રોતમાંથી આવક જેમ કે વ્યાજની આવક

આઇટીઆર 1 ફોર્મનો ઉપયોગ કોણ કરી ન શકે?

  1. રુપિયા 50 લાખથી વધુની આવક
  2. જો તમારી પાસે ટેક્સેબલ કેપિટલ ગેઇન(કરપાત્ર મૂડી માંથી લાભ) છે
  3. જો તમે બિઝનેસ અથવા વ્યવસાયથી આવક મેળવતા હોય
  4. એક કરતા વધારે ઘરની સંપત્તિથી આવક થવી
  5. જો કેઇ વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર હોય
  6. જો તમે નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ સમયે લિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે
  7. જે વ્યક્તિ ભારતીય રહેવાસી છે અને ભારતની બહારની સંપત્તિ ધરાવે છે અથવા ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં પર સહી કરે છે
  8. વિદેશી સંપત્તિ અથવા વિદેશી આવક

આ સિવાય, આઈટીઆર -1 ફોર્મમાં કરવામાં આવેલા ફેરફારોની સૂચિ અહીં છે:

  1. પાર્ટ A હેઠળ, નેચર ઑફ ધ એમ્પલોયમેન્ટ હેઠળ 'પેન્શનર્સ' ચેકબોક્સ રજૂ કરવામાં આવ્યું છે.
  2. વિભાગ હેઠળ દાખલ રિટર્ન સામાન્ય ફાઇલિંગ વચ્ચે અલગ કરવામાં આવ્યું છે અને નોટિસના જવાબમાં ફાઇલ કરવામાં આવ્યું છે.
  3. રિટર્ન ફાઇલ અન્ડર સેક્શનને અલગ કરીને નોરમલ ફાઇલિંગ અને ફાઇલ ઇન રિસપોન્સ નોટિસમાં કરવામાં આવ્યું છે.
  4. પગાર હેઠળની કપાત(ડિડક્શન અન્ડર સેલેરી)ને સ્ટાન્ડર્ડ ડિડકશન, મનોરંજન ભથ્થું અને પ્રોફેશનલ ટેક્સમાં વિભાજિત કરવામાં આવશે.
  5. કરદાતાએ 'અન્ય સ્રોતમાંથી આવક' હેઠળ આવક મુજબની વિગતવાર માહિતી પ્રદાન કરવી પડશે.
  6. કુટુંબ પેન્શનની આવકના કિસ્સામાં 'અન્ય સ્રોતમાંથી આવક' હેઠળની કોલમ u/s 57 (iia)માં અલગ કોલમ રજૂ કરવામાં આવશે.
  7. વરિષ્ઠ નાગરિકો માટે કલમ 80 ટીટીબી કૉલમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા વધારાના પ્રશ્નો

New additional questions

ચાલુ વર્ષે આઇટીઆર -1 ફોર્મમાં કરદાતાઓ માટે ત્રણ વધારાના પ્રશ્નો છે જે ચાલુ ખાતામાં જમા કરાવવા, વિદેશી મુસાફરી ખર્ચ અને વીજળીના બિલની વિગતો છે. આઇટીઆર -1 ફોર્મમાં નીચે મુજબના ત્રણ નવા પ્રશ્નો છે

  1. પાછલા વર્ષ દરમિયાન તમે એક અથવા વધુ કરન્ટ ખાતામાં રૂપિયા.1 કરોડથી વધુની રકમ જમા કરી છે? (હા/ના)
  2. તમે તમારા માટે અથવા અન્ય કોઈ વ્યક્તિ માટે વિદેશી મુસાફરી માટે રૂપિયા 2 લાખથી વધુની રકમ અથવા કુલ રકમનો ખર્ચ કર્યો છે? (હા/ના)
  3. પાછલા વર્ષ દરમિયાન તમે વીજળી વપરાશ પર રૂપિયા.1 લાખથી વધુ રકમનો કુલ ખર્ચ અથવા કુલ રકમ ખર્ચ કરી છે?(હા/ના)

આઇટીઆર -1 ફોર્મ ભરીને ટેક્સ રીટર્ન કેવી રીતે ફાઇલ કરવું?

કરદાતા આઈટીઆર -1 બે જુદી જુદી રીતે ફાઇલ કરી શકે છે:

  1. ઇ-ફિલિંગ વેબસાઇટથી ડાઉનલોડ કરેલી એક XML ફાઇલ અપલોડ કરી શકે છો. માહિતી ભરો, XML ફાઇલ બનાવો અને છેલ્લે આવકવેરા વિભાગની ઇ-ફિલિંગ વેબસાઇટ પર અપલોડ કરો.
  2. બીજી રીત એ છે કે ઇ-ફિલિંગ વેબસાઇટના તમારા ખાતામાં લોગ ઇન કરો અથવા જો તમે હજુ સુધી ઇ-ફિલિંગ વેબસાઇટમાં એકાઉન્ટ બનાવ્યું નથી, તો પ્રથમ પોતાને રજીસ્ટર કરો. ઑનલાઇન ફોર્મમાં સીધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

( લેખક: ઇન્દુ ચૌધરી. લેખક વ્યક્તિગત નાણાકીય નિષ્ણાત છે.)

ઉપરોક્ત આર્ટિકલ લેખકના સંશોધન પર આધારીત છે અને ઇટીવી ભારત તેના માટે કોઈ જવાબદારી લેતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.