નવી દિલ્હી: સરકારે માર્ચ 2021માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું(GST) વાર્ષિક રિટર્ન ફાઇલ(GST Annual Filing) કરવાની સમયમર્યાદા બે મહિના સુધી લંબાવી છે. હવે વેપારીઓ 28 ફેબ્રુઆરી સુધી રિટર્ન(GST Annual Return 2021) ફાઇલ કરી શકશે.
વાર્ષિક રિટર્ન ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સએ(CBIC) બુધવારે મોડી રાત્રે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. નાણાકીય વર્ષ 2020-21(Fiscal Year 2020 21) માટે ફોર્મ GSTR-9 માં વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા અને ફોર્મ GSTR-9Cમાં સ્વ-પ્રમાણિત સમાધાન વિગતો સબમિટ કરવાની નિયત તારીખ 31 ડિસેમ્બર, 2021થી વધારીને 28 ફેબ્રુઆરી, 2022 કરવામાં આવી છે.
GSTR-9 એ વાર્ષિક રિટર્ન છે જે GST હેઠળ નોંધાયેલા કરદાતાઓએ દર વર્ષે ફાઇલ કરવાનું હોય છે.
આ પણ વાંચોઃ 2022 Changes in GST : 1 જાન્યુઆરી 2022થી નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણો...
આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત