નવી દિલ્હીઃ નાણાંપ્રધાને કહ્યું કે, "આ વાસ્તવિકતા છે. પણ અમે ખાતરી આપીશું કે જે લોકો પોતાની મહેનત કંપની બનાવી છે, એ કંપનીઓને એવા હાથમાં નહીં જવા દઈએ જેઓ તકની રાહની જોઈને બેઠા છે."
સીતારમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "આ જ કારણ છે જેનાથી આપણે ચિંતિત છીએ. અમે ચોક્કસપણે કંઇક કરીશું જેથી ભારતીય ઉદ્યોગોને કોઈ ઓછી કિંમતે હસ્તગત ન કરી શકાય. અમે ઇચ્છીએ છીએ કે બધું સામાન્ય રહે અને ત્યારબાદ ઉદ્યોગ ધંધા સામાન્ય રીતે ચાલે."